Monday, October 18, 2021
Homeવડોદરા : સામાન્ય વરસાદમાં જ 4 સ્થળોએ ભૂવા પડ્યા,
Array

વડોદરા : સામાન્ય વરસાદમાં જ 4 સ્થળોએ ભૂવા પડ્યા,

વડોદરા શહેરમાં ચોમાસાની સિઝનની શરૂઆતના સામાન્ય વરસાદમાં જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઇ છે. વડોદરા શહેરમાં ઠેર-ઠેર ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે. ઓલ્ડ-પાદરા રોડ પર ત્રણ અને સૈયદ વાસણા રોડ ઉપર એક ભૂવો પડ્યો છે, છતાં પાલિક તંત્ર સજાગ થઈને ભૂવા પુરવાનું કામ પૂર્ણ કરતું નથી, જેથી લોકોને અવર-જવરમાં મુશ્કેલી પડી રહી છે.

ઓલ્ડ પાદરા રોડ પર 3 ભૂવા પડ્યા

વડોદરા શહેરના રિંગ રોડ પર સાડા ત્રણ કિ.મી. લાંબો ફ્લાયઓવર બનાવવાની કામગીરી ગેંડા સર્કલથી લઇને મનીષા ચોકડી સુધી ચાલી રહી છે, ત્યારે ચોમાસાની શરૂઆતમાં આ બ્રિજનો સર્વિસ રોડ ઊબડખાબડ થઇ ગયો છે. એટલું જ નહીં ઓલ્ડ પાદરા રોડ, રેસકોર્સ સર્કલ, ચકલી સર્કલ પાસે ઊર્મી સોસાયટીની આસપાસમાં ડ્રેનેજની કામગીરી હાલમાં ચાલી રહી છે જેને કારણે 500થી 700 મીટર ફ્લાયઓવરની કામગીરી અટકી પડી છે. હાલમાં આ વિસ્તારમાં પણ ત્રણ સ્થળે ભૂવા પડ્યા હતા, જેને કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાઇ રહ્યા છે.

કોર્પોરેટરને ધ્યાન દોર્યું છતાં ભૂવાનું પુરાણ ન કરાયું

આ ઉપરાંત વડોદરા શહેરના સૈયદ-વાસણા રોડ ઉપર ડ્રેનેજની હલકી કક્ષાની કામગીરીને પગલે 15થી 20 ફૂટ ઊંડો ભૂવો પડી ગયો છે. આ અંગે ભાજપના કાર્યકરે પાલિકાના અધિકારીઓ અને કોર્પોરેટરોનું ધ્યાન દોર્યું હતું, તેમ છતાં કોર્પોરેશને ભૂવો પુરાણ કરવાને બદલે માત્ર પતરા મૂકીને સંતોષ માન્યો છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments