નોર્થ કોરિયામાં 100 મતદાન, અહીં થાય છે દુનિયાની સૌથી અનોખી ચૂંટણી

0
9

ઉત્તર કોરિયામાં સ્થાનિક ચૂંટણીમાં રવિવારે લગભગ 100 ટકા મતદાન નોંધવામાં આવ્યું છે. ઉત્તર કોરિયાના સર્વોચ્ય નેતા કિમ જોંગ ઉને પણ મતદાન કર્યું હતું. ઉત્તર કોરિયાના ચૂંટણીની વાત સાંભળીને દરેકને અચરજ થતું હોય છે. આ માત્ર એક રાજકીય રિવાજ છે બીજું કશું નહીં. અહીં ઉમેદવારોએ કોઇ પણ સ્પર્ધા કરવી પડતી નથી. ચૂંટણી થકી કિમ શાસન પ્રત્યે વફાદાર ઉમેદવાર બહુમત હાંસલ કરવાનો દાવો રજૂ કરે છે.

ઉત્તર કોરિયા લોકશાહીની નવી વ્યાખ્યા આપવા જઇ રહ્યું છે. આ રવિવારે ત્યાં એક અનોખી ચૂંટણી યોજાઇ હતી, જેમાં પરિણામ પહેલેથી જ નક્કી છે. દેશના નેતા કિમ-જોંગ-ઉનની સત્તાધારી વર્કસ પાર્ટી ‘ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયા’ પર મજબુત પકડ ધરાવે છે, પરંતુ દેખાડો કરવા માટે દર પાંચ વર્ષે ‘સુપ્રીમ પીપલ્સ એસેમ્બલી’ ની ચૂંટણી કરવામાં આવે છે. આ રવિવારે ઉત્તર કોરિયામાં મતદાન કરાવવામાં આવ્યું હતું.

ઉત્તર કોરિયા આ વખતે ‘એકનિષ્ઠ એકતા’ ના નારા સાથે ચૂંટણી થઇ રહી છે. મતદાન દરમિયાન મતપત્ર પર માત્ર એક જ નામ સ્વીકૃત નામ હશે. મતદાતા મત નાખતી વખતે પહેલું અને એકમાત્ર નામ કાપી શકે છે પરંતુ આવું તેઓ કરશે નહી. સાંજે છ વાગ્યા સુધી સરકારી સંવાદ સમિતિ KCNA એ જણાવ્યું હતું કે, ચૂંટણી ક્ષેત્રમાં બધા મતદાતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લીધો છે.

વર્ષ 2014માં અહીં 99.97 % મતદાન થયું હતું અને 100 % મત નામિત ઉમેદવારને મળ્યા હતા. ફક્ત એવા લોકોએ મતદાન ન કર્યું જે દેશની બહાર હતા.

આ પ્રકારની વ્યવસ્થા અન્ય કોઇ દેશમાં જોવા નથી મળતી. ચૂંટણી અધિકારી ક્યોંક હાકે એક કંપનીમાં મતદાન કેન્દ્રની બહાર કહ્યું કે અમારો એક એવો સમાજ છે જ્યાં લોકો ભેગા થઇને શીર્ષ નેતાને સન્માનમાં મત આપે છે. ચૂંટણીમાં ભાગ લેવો નાગરિકનું કર્તવ્ય છે અને એવો એક પણ વ્યક્તિ નથી કે જે ઉમેદવારને નકારે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here