પાકિસ્તાનમાં કટ્ટરપંથીઓએ મા દુર્ગાની મૂર્તિની કરી તોડફોડ, સિંધમાં 10 દિવસમાં બીજા હિન્દુ મંદિર પર હુમલો

0
1

પાકિસ્તાનમાં હિન્દુઓ અને તેમનાં મંદિરો પર થઈ રહેલા હુમલાની ઘટનાઓ અટકવાનું નામ લઈ રહી નથી. હવે સિંધ પ્રાંતના થારપારકર જિલ્લામાં સ્થિત નાગરપારકરમાં કટ્ટરવાદીઓએ દુર્ગા માતાની મૂર્તિને ખંડિત કરી છે. એટલું જ નહીં, આ હુમલાખોરોએ મંદિરને પણ ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ પહેલાં 10 ઓક્ટોબરે કટ્ટરવાદીઓએ સિંધના બાદિનમાં એક મંદિરમાં તોડફોડ કરી હતી. મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે મધ્યરાત્રિના સમયે કેટલાક અજાણ્યા લોકો મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા. આ પછી તેણે દરવાજો બંધ કર્યો અને મૂર્તિ તોડી નાખી હતી. હજુ સુધી પોલીસે હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી કરી નથી. મંદિરની પાસે રહેતા હિન્દુ સમુદાયે આરોપીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પાકિસ્તાનમાં 10 દિવસ પહેલાં પણ એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી

અહેવાલ મુજબ, 10 દિવસ પહેલાં પણ સિંધ પ્રાંતના બાદિન જિલ્લામાં એક મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પાકિસ્તાની મીડિયા રિપોર્ટ અનુસાર, આ કેસમાં ફરિયાદી અશોક કુમારે આરોપ લગાવ્યો હતો કે મહંમદ ઇસ્માઇલ ઉર્ફે ચટ્ટો શીદી દ્વારા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી, જે બાદ પાકિસ્તાન પોલીસે સમગ્ર મામલાની તપાસ શરૂ કરી હતી.

હિન્દુ સમુદાયમાં ભારે રોષ

આ મંદિરના પૂજારીએ જણાવ્યું હતું કે કેટલાક લોકો મધ્યરાત્રિના સમયે મંદિર પરિસરમાં પ્રવેશ્યા હતા અને તેમણે દરવાજો બંધ કરી મૂર્તિ તોડી નાખી હતી. તેમણે કહ્યું હતું કે હુમલાખોરોએ માતાની પ્રતિમાના માથાના ભાગે નુકસાન પહોંચાડ્યું હતું અને માતાના વાહનના ચહેરાને પણ તોડી નાખ્યો હતો. હુમલાખોરોએ માતાના મંદિરમાં તોડફોડ કરતાં ભારે નુકસાન કર્યું હતું. મંદિરના પૂજારીએ કહ્યું હતું કે પોલીસે હજી સુધી હુમલાખોરો સામે કોઈ કાર્યવાહી કરી નથી. આ ઘટના અંગે પાકિસ્તાનના હિન્દુ સમુદાયમાં ભારે રોષ છે.

પાક. પોલીસ દ્વારા આરોપીઓને બચાવવાના પ્રયાસ

આ પ્રકારની ઘટના પાકિસ્તાનમાં હજી બે અઠવાડિયાં પહેલાં જ બની હતી, જ્યાં પાકિસ્તાનમાં દક્ષિણ-પૂર્વ સિંધ પ્રાંતમાં અન્ય એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ ઘટનાને મહંમદ ઇસ્માઇલ નામની એક વ્યક્તિએ અંજામ આપ્યો હતો. પોલીસે આપેલી માહિતી મુજબ, ફરિયાદી અશોક કુમારે આરોપ લગાવ્યો છે કે બાદિન જિલ્લામાં આવેલા એક મંદિરમાં રાખેલી મૂર્તિઓને શંકાસ્પદ મહંમદ ઇસ્માઇલે તેના સાથીદારો સાથે તોડી નાખી હતી અને એ ઘટના બાદ બધા ત્યાંથી ભાગી ગયા હતા. બાદિન પોલીસના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ફરિયાદ મળ્યાના થોડા કલાકોમાં જ શંકાસ્પદ મહંમદ ઇસ્માઇલની ધરપકડ કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આવા અનેક કેસોમાં પાકિસ્તાન પોલીસ પર હુમલો કરનારાઓને માનસિક રીતે પાગલ ગણાવીને આરોપીઓને બચાવવાના આરોપ પણ લાગ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here