Tuesday, September 21, 2021
Homeપાક.માં ઇમરાન સરકારે તોફાનીઓ સામે ઘૂંટણ ટેકવ્યા
Array

પાક.માં ઇમરાન સરકારે તોફાનીઓ સામે ઘૂંટણ ટેકવ્યા

પયગંબર સાહેબના અપમાન મુદ્દે ફ્રેન્ચ રાજદૂત વિરુદ્ધ પાકિસ્તાનમાં સડકથી સંસદ સુધી હોબાળો મચ્યો છે. સ્થિતિ એટલી વણસી ગઇ કે ઇમરાન સરકારે પ્રતિબંધિત તહરીક-એ-લબ્બૈક (ટીએલપી)ના વડા સાદ હુસૈન રિઝવીને છોડી મૂકવો પડ્યો જ્યારે ફ્રેન્ચ રાજદૂતની દેશમાંથી હકાલપટ્ટી કરવા મંગળવારે સંસદમાં પ્રસ્તાવ રજૂ કરાયો.

જોકે, ભારે ઉહાપોહના કારણે વોટિંગ ન થઇ શક્યું. આ અગાઉ મંગળવારે સંસદનું સત્ર શરૂ થતાં જ ઇમરાન ખાન સરકારે ફ્રેન્ચ રાજદૂતની હકાલપટ્ટીનો પ્રસ્તાવ રજૂ કર્યા બાદ શાસક પક્ષ અને નવાઝ શરીફના પક્ષે એકબીજા સામે આક્ષેપ-પ્રતિઆક્ષેપ શરૂ કરી દીધા. તેના કારણે ગૃહમાં હોબાળો મચી ગયો, જે વધતો જણાતા ગૃહની કાર્યવાહી શુક્રવાર સુધી સ્થગિત કરી દેવાઇ. જોકે, સરકારના પ્રસ્તાવને વિપક્ષોનું તથા ઘણાં કટ્ટરવાદી અને ધાર્મિક સંગઠનોનું સમર્થન છે. એવામાં પ્રસ્તાવ આગામી સત્રમાં પસાર થઇ જશે તેમ મનાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments