સુરત : ફાયર સેફટી વિનાની કોવિડ કેર ક્રિષ્ના હોટલને નોટિસ, 5 હોટલમાં ચેકિંગ

0
8

સુરત. આંધ્રપ્રદેશના વિજયવાડામાં કોવિડ-19 કેર સેન્ટરમાં ફેરવવામાં આવેલી હોટલમાં આગ લાગતા 11ના મોતની ગંભીર ઘટના બાદ સુરત પાલિકાનું ફાયર વિભાગ સફાળે જાગ્યું છે. આજે શહેરની કોવિડ-કેર સેન્ટરમાં ફેરવાયેલી 5 હોટલમાં ફાયર વિભાગે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં અઠવાલાઇન્સ પર આવેલ ક્રિષ્ના હોટલમાં ફાયર સેફટીની સુવિદ્યા ન હોવાથી નોટિસ ફટકારી હતી. જ્યારે બાકીની ચારમાં ફાયર સેફટી હોવાનું બહાર આવ્યું હતું.

ચીફ ફાયર ઓફિસર બી.કે.પરીકે જણાવ્યું કે, મિશન હોસ્પિટલ દ્વારા ક્રિષ્ના હોટલ સાથે કોવિડ કેર સેન્ટરનું એમઓયુ કરાયું હતું. હોટલમાં કોઇ દર્દી ન હતું. હોટલમાં ફાયર સેફટીની સુવિદ્યા તો ન હતી અને સાથે એન્ટ્રી-એક્ઝીટ પણ એક જ હતી. જેથી ફાયરે સુવિદ્યા ન હોવાથી હોટલને નોટિસ ફટાકરી છે. જ્યારે હોસ્પિટલના એમઓયુ રદ કરવા તાકીદ કરાઈ છે.ફાયર વિભાગે સેલિબ્રેશન હોટલ, ગોલ્ડન સ્ટાર, જીંજર, વિજયા લક્ષ્મી હોલમાં ચેકિંગ હાથ ધર્યું હતું.