સુરત : પાંડેસરા વિસ્તારમાં પાલિકાના સફાઈ કામદારને અંગત અદાવતમાં ચપ્પુના ઘા ઝીંકી દેવાતા ગંભીર

0
0

સુરત. મહાનગર પાલિકાના સફાઈ કામદાર પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ગવલેશ ભગત નામના સફાઈ કામદારને ચપ્પુ સહિતના હથિયારો અને લાકડાના 35થી 40 ઘા મારીને અધમૂવો કરી દેવામાં આવ્યો છે. જેથી તેને સારવાર માટે રિંગરોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે સમગ્ર હુમલા મુદ્દે તપાસ હાથ ધરી છે. જો કે, પ્રાથમિક રીતે અંગત અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.ચપ્પુના ઘા ઝીંકતા શખ્સો મોબાઈલમાં કેદ થયા હતાં.

સફાઈ કામદારો હોસ્પિટલ પહોંચ્યા

પાંડેસરા વિસ્તારમાં રહેતા અને સફાઈ કામદાર તરીકે કામ કરતાં ગવલેશ ભગત પર અજાણ્યા શખ્સોએ હથિયારો અને લાકડાના ફટકા વડે હુમલો કર્યો હતો. સફાઈ કામદારના શરીર પરથી 35થી 40 જેટલા ઘા મળી આવ્યાં છે. ગંભીર સ્થિતિમાં હાલ રિંગરોડ પર આવેલી નિર્મલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યાં તબીબોએ તેની સારવાર શરૂ કરી છે. જો કે ઘટનાની જાણ થતાં જ સફાઈ કામદારો અને તેમના પરિવારજનો મોટી સંખ્યામાં હોસ્પિટલ બહાર એકઠા થયા છે. હાલ સમગ્ર હુમલા મુદ્દે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here