પીલીભીતમાં વાઘણને લાકડી-ડંડાથી મારી મોતને ઘાટ ઉતારી

0
20

ઉત્તરપ્રદેશઃ પીલીભીતનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેને જોઇને યૂઝર્સ ગુસ્સાભરી કમેન્ટ્સ કરી રહ્યા છે. ગામના લોકોએ મારી મારીને એક વાઘણની હત્યા કરી નાખી હતી. આ વાઘણે 9 ગ્રામીણો પર હુમલો કરી તેમને ઈજા પહોંચાડી હતી. જે બાદ ગામલોકો ગુસ્સે ભરાયા હતા અને એકઠા થઈ વાઘણને લાકડી-ડંડાથી મારી પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

આ વાઘણ અશક્ત હોવાથી ઉભી થઈ શકવાની હિંમત ધરાવતી ન હતી. પરંતુ અંતમાં જ્યારે વાઘણ ઉભી થાય છે તો ગામલોકો તેના ડરથી ભાગી જાય છે અને વાઘણ જંગલમાં એક જગ્યાએ બેસી જાય છે. બાદમાં વાઘણે પોતાનો દમ તોડી દીધો હતો.

ઘટના બાદ પીલીભીત ટાઇગર રિઝર્વના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. વાઘણ દર્દથી રાતભર કણસતી રહી અને તડપી તડપીને આજે સવારે મૃત્યુ પામી હતી. હાલ તો પીલીભીત ટાઇગર રિઝર્વ ટીમ તેના મૃતદેહનું પીએમ કરાવશે અને આ મામલે આરોપી ગ્રામીણો વિરૂદ્ધ કાર્યવાહી કરશે. તો જિલ્લા અધિકારીએ આરોપી ગ્રામિણો વિરૂદ્ધ વનવિભાગને કાયદાકીય કાર્યવાહીના આદેશ આપી દીધા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here