IPLનું શિડ્યુલ આજે જાહેર થશે : BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું- શિડ્યુલ ફાઇનલ થવાની તૈયારીમાં, આજે જાહેરાત કરવામાં આવશે

0
5

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) નું શિડ્યુલ શુક્રવારે જાહેર કરવામાં આવશે. ગુરુવારે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વાત કહી હતી.તેમણે કહ્યું હતું કે- અમે સમજીએ છીએ કે શિડ્યુલ જાહેર કરવામાં વિલંબ થયો છે.તે તૈયાર થવાની આરે છે. તે શુક્રવાર સુધીમાં જાહેર કરી દેવામાં આવશે. ગાંગુલીએ આ વાત એક ન્યુઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવી હતી.

એવી આશા છે કે આઈપીએલની પહેલી મેચ છેલ્લી વખતની ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ અને રનર-અપ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે 19 સપ્ટેમ્બરના રોજ રમાશે. દરમિયાન, યુએઈમાં હાજર બીસીસીઆઈના સિનિયર મેડિકલ ઓફિસર કોરોનાગ્રસ્ત થયા છે.

આ કોઈ મોટો મુદ્દો નથી કારણ કે તેમનમાં કોઈ પ્રકારનાં લક્ષણો નથી: અધિકારી

બોર્ડના અધિકારીએ કહ્યું કે એ સાચું છે કે અમારી મેડિકલ ટીમના એક સભ્યને કોરોનાથી સંક્ર્મણ થયું છે. આ કોઈ મોટો મુદ્દો નથી કારણ કે તેમનામાં કોઈ લક્ષણો નથી અને હાલમાં તેઓને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તેમના સ્વાસ્થ્ય પર નજર રાખવામાં આવી રહી છે. તે કોઈની સાથે સંપર્કમાં ન હતો અને તેના યુએઈના આગમન દરમિયાન સંક્રમિત થયાની આશંકા છે.

આઇપીએલની મેચ શિડ્યૂલ મુજબ રહેશે: અરૂણ ધૂમલ

બુધવારે બીસીસીઆઈના ટ્રેનર અરુણ ધૂમલે કહ્યું હતું કે આઈપીએલની મેચ શિડ્યૂલ પ્રમાણે થશે. આ લીગ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમવામાં આવશે. તેની તમામ મેચ યુએઈના ત્રણ શહેરો દુબઈ, અબુધાબી અને શારજાહમાં રમાશે. પ્રથમ વખત લીગની ફાઇનલ વીકએન્ડને બદલે વીક-ડે ​​(મંગળવાર) પર થશે. બપોર અને સાંજની મેચ અડધા કલાક પહેલા શરૂ થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here