સુરત : પુણા વિસ્તારમાં 15 વર્ષની કિશોરીને સ્કૂલ વાનના ચાલકે લગ્નની લાલચે દુષ્કર્મ આચર્યું.

0
11

પુણા વિસ્તારમાં રહેતી 15 વર્ષની કિશોરી અભ્યાસ અર્થે સ્કૂલ વાનમાં અવરજવર કરતી હતી. આ દરમિયાન સ્કૂલ વાનના ચાલકે લેવા મુકવા જતી વખતે કિશોરી સાથે પ્રેમ ભરી વાતો કરી તેને લગ્ન કરવાની લાલચ આપીને ત્રણેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતાં. જેમાં વાનના ચાલક અને અજાણી મહિલાનો પણ સમાવેશ થતો હોવાથી કિશોરીની બહેને ત્રણેય વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

બે વર્ષથી વાન ચાલક દુષ્કર્મ ગુજારતો

15 વર્ષની કિશોરીની બહેને આપેલી પુણા પોલીસમાં ફરિયાદ અનુસાર વાન ચાલક જગદીશ મહેશ અગ્રવાલ રહે. ભૈયાનગર પુણા ગામ વર્ષ 2018થી 10-11-2020 સુધીમાં કિશોરીને સ્કૂલમાં વાનમાં લેવા મુકવા માટે જતો હતો. આ દરમિયાન કિશોરી સાથે પ્રેમભરી વાતો કરીને પોતે પરણિત હોવા છતાં લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું હતું. અવાર નવાર ત્રણેકવાર દુષ્કર્મ આચર્યું હતું.

પત્ની સાથે મળી અપહરણ કર્યું

જગદીશ અગ્રવાલ અને તેની પત્ની રવિના અને તેની સાથે આવેલી અજાણી સ્ત્રી સાથે કિશોરીના એપાર્ટમેન્ટના નીચે આવી કિશોરીની બહેનને નીચે બોલાવી તેને જબરદસ્તી ગાડીમાં બેસાડી અપહરણ કરી કિશોરીને ઢીક્કા મુક્કીનો માર મારી તેને લઈ જઈ ચાલુ ગાડીમાં પણ માર માર્યો હતો. પુણા પોલીસે હાલ પોક્સો સહિતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here