Saturday, August 20, 2022
Homeપુરુલિયામાં યોગીએ કહ્યું- મમતા દીદી જય શ્રી રામના નારથી પણ ચિઢાય છે
Array

પુરુલિયામાં યોગીએ કહ્યું- મમતા દીદી જય શ્રી રામના નારથી પણ ચિઢાય છે

- Advertisement -

પશ્ચિમ બંગાળના રાજકીય ઘમસાણમાં મંગળવારે ભાજપના દિગ્ગજ નેતા જનતાનો વિશ્વાસ જીતવાના પ્રયાસ કરી રહ્યા છે. સૌથી પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પુરુલિયામાં રેલીમાં સંબોધન કર્યું હતું. યોગીએ મમતા પર નિશાન સાધતાં કહ્યું કે મમતા દીદી જય શ્રી રામના નારથી પણ ચિઢાય છે. 2014 પહેલા લોકો મંદિરમાં જવાથી પણ ડરી રહ્યા હતા, હવે મમતા દીદી પણ મંદિરમાં જઈને ચંડી પાઠ કરી રહી છે. એક વખત રાહુલ પણ મંદિરમાં ગયા હતા, તો ત્યાં તેમની બેસવાની રીત પર પૂજારીએ તેમણે ટોકયા હતા. તેઓ એવી રીતે બેઠા હતા કે જેમ નમાજ અદા કરી રહયા હોય. આ નવું ભારત છે.

યોગીના સંબોધનની મહત્વપૂર્ણ વાતો…

2 મે બાદ TMC સરકારની વિદાય નક્કી

યોગીએ સંબોધન કરતાં કહ્યું હતું કે હું કૃષ્ણ અને રામની ભૂમિ પરથી આવ્યો છું, બંગાળ હંમેશાથી પરિવર્તનની ભૂમિ રહી છે. બંગાળે દેશને રાષ્ટ્ર ગીત પણ આપ્યું છે અને વંદે માતરમ પણ આપ્યું. બંગાળના લોકોનું દર્દ હવે વધુ દિવસો સુધી નહીં રહે. તૃણમૂલ કોંગ્રેસની ગુંડાગીરી નહીં ચાલે. 2 મે બાદ TMC સરકારની વિદાય નક્કી જ છે.

બંગાળની જનતા મમતાને સહન નહીં કરે

અમારા જીવનમાંથી કોઈ રામને અલગ કરી શકશે નહીં. જે અમને રામથી અલગ કરવાના પ્રયાસ કરશે, તેને સત્તા પરથી દૂર થવું પડશે. મમતા દીદીએ ભગવાન રામનો વિરોધ કરીને નક્કી કરી લીધું છે હવે બંગાળની જનતા તેમને સહન કરશે નહીં. તે પહેલા પણ આવું કરતી રહી છે.

અમારી સરકાર ગેરકાયદેસર ઘૂસણખોરીને દૂર કરશે

અહીંની સરકાર ગૌમાતાને કપાવા માટે મોકલી આપે છે. અમે ઉત્તરપ્રદેશમાં ગાયોને ક્યારેય કપાવા દેતા નથી. અહીંયા ગેરકાયદેસર ઘૂસણખોરીના કારણે ગરીબોનું રાશન ગેરકાયદેસર રીતે ઘૂસણખોરી કરનારાઓ ખાઈ જાય છે, પરંતુ ભાજપ આ તમામ મુશ્કેલીઓનો અંત લઈને આવ્યું છે.

બંગાળમાં હવે અરાજકતાનો સમય પૂર્ણ થઈ રહ્યો

2 મે બાદ TMCના ગુંડાઓને પકડી-પકડીને સાજા આપવામાં આવશે. બંગાળમાં હવે અરાજકતાનો સમય પૂર્ણ થઈ રહ્યો છે. ભાજપની સરકાર આવતા જ અરાજકતાને સમાપ્ત કરશે. મારી સભામાં લોકોને આવવાથી અટકાવવામાં આવી રહ્યા છે. મને કહેવામા આવ્યું હતું કે અહીં લોકોની ભીડ નથી થાય, પરંતુ હવે તમામ બંધનોને તોડીને લોકો અહીં આવી રહ્યા છે.

2019માં મારું હેલિકોપ્ટરને ઉતારવા ન દીધું હતુ

2019માં પણ અહીં આવ્યો હતો ત્યારે તે સમયે મારા હેલિકોપ્ટરને ઉતારવા ન દીધું હતુ. ઝારખંડમાં હેલિકોપ્ટરનું લેન્ડ કરાવીને 35KM રસ્તાના માર્ગથી આવ્યો હતો. મેં નક્કી કર્યું હતુ કે ચૂંટણી પ્રચારનો શુભારંભ પણ પુરુલિયાથી જ કરીશ.

બંગાળની ધરતીને મારું નમન

હું સ્વયં ભગવાન રામ અને કૃષ્ણની પાવન ધરતીથી રામકૃષ્ણજીની પાવન ધરતી પર આવ્યો છું. બંગાળની ધરતી હંમેશા ભારતની અંદર પરિવર્તનની ધરતી રહી છે. ભારતના રાષ્ટ્રવાદની ધરતી રહી છે. રામકૃષ્ણ પરમહંસ, સ્વામિ વિવેકાનંદ, રવિન્દ્રનાથ ટાગોર અને સુભાષ ચન્દ્ર બોઝને પણ આ જ ધરતી આપ્યા છે. જનસંઘના અધ્યક્ષ શ્યામપ્રસાદ મુખર્જી સહિત અન્ય મહાન નેતાઓને પણ આ જ ધરતી આપ્યા છે. જનગણમન પણ આ જ ધરતી આપ્યું છે. આ ધરતીને હું નમન કરું છું.

બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી

પશ્ચિમ બંગાળમાં કુલ 294 વિધાનસભા બેઠક માટે આ વખેતે 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. 294 વિધાનસભા બેઠક માટે મતદાન 27 માર્ચે (30બેઠક), 1 એપ્રિલ (30 બેઠક), 6 એપ્રિલ (31 બેઠક), 10 એપ્રિલ (44 બેઠક), 17 એપ્રિલ (45 બેઠક) 22 એપ્રિલ (43 બેઠક), 26 એપ્રિલ (36 બેઠક), 29 એપ્રિલ (35 બેઠક) યોજાશે. મત ગણતરી 2 મે ના રોજ કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular