રાજસ્થાનના કોટમાં બાળકોના મોતનો આંકડો પહોંચ્યો 110 સુધી, નવા વર્ષે ચાર જ દિવસમાં 10 બાળકોનાં મોત

0
10

રાજસ્થાનના કોટાના જે કે લોન હોસ્પિટલમાં વધુ ત્રણ બાળકોના મોત નિપજ્યા છે. ગઈકાલે ત્રણ બાળકોના મોત થતાંની સાથે જ ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 110 બાળકોના મૃત્યુ નિપજ્યા છે. જાન્યુઆરીમાં ચાર દિવસમાં 10 બાળકોના મોત થયા છે. કોટા જ નહીં પરંતુ રાજસ્થાનના અલગ અલગ જિલ્લાઓમાં બાળકોના મોતના સમાચાર આવ્યા છે.

કોટા બાદ ગઈકાલે બૂંદીમાં પણ બાળકોના મોતના સમાચાર આવ્યા હતા. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોતના ગૃહ જિલ્લા જોધપુરમાં બાળકોના મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો છ. જોધપુરની સરકારી હોસ્પિટલમાં ડિસેમ્બરમાં 146 બાળકોના મોત નિપજ્યા હતા પરંતુ હોસ્પિટલ પ્રશાસનને આ વાત સામાન્ય લાગી રહી છે.

કોટાની જેકે લોન હોસ્પિટલમાં બાળકોના મોતનો મામલો સામે આવ્યા બાદ નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે વધુ સંવેદનશીલ થવાની જરૂર છે. સાથે જ તેઓએ પોતાની સરકાર પર જ નિશાન સાધતાં કહ્યું કે આ મામલે અમારી સરકારની પ્રતિક્રિયા સંતોષજનક રહી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here