Monday, January 24, 2022
Homeરાજકોટ માં એક જ પરિવારના 7 સહિત 39નો રિપોર્ટ પોઝિટિવ, જિલ્લામાં કોરોનાથી...
Array

રાજકોટ માં એક જ પરિવારના 7 સહિત 39નો રિપોર્ટ પોઝિટિવ, જિલ્લામાં કોરોનાથી 5ના મોત, અમરેલીમાં 14 કેસ નોંધાયા

રાજકોટ. સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. રાજકોટમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ આજે વધુ 39 કેસ નોંધાયા છે. રાચ્છ પરિવારના 7 સભ્યોને રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી શહેરમાં કુસની સંખ્યા 476 થઇ છે. અમરેલીમાં આજે એકસાથે 14 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે આજે રાજકોટ જિલ્લામાં વધુ 5 લોકોના કોરોનાથી મોત નીપજ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં રાજકોટ, ગોંડલ, ધોરાજી, ચુડા અને મોરબીના દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. રાજકોટમાં ઇન્કમટેક્સ ઓફિસર એન.આર. પટેલને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા ઇન્કમટેક્સ ઓફિસ બે દિવસ સુધી બંધ રહેશે. હાલ ઇન્કમટેક્સ ઓફિસને સેનિટાઇઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

રાજકોટમાં નોંધાયેલા 29 કેસની વિગત 

(1) અમૃતલાલ મહીધરભાઈ રાવિયા (46/પુરૂષ)
સરનામું: શિવશક્તિ પાર્ક, કુવાડવા રોડ
(2) પ્રભાબેન ચંદુભાઈ મેંદપરા (55/સ્ત્રી)
સરનામું: ભગીરથ સોસાયટી શેરી નં. 6, સંતકબીર રોડ, રાજકોટ
(3) રમેશભાઈ કાનજીભાઈ દોમડીયા (58/પુરૂષ)
સરનામું: ધનંજય પેરેડાઈઝ, શંકર સિટી, મવડી પાસે, રાજકોટ
(4) ભાવેશભાઈ ચીમનભાઈ દેસાઈ (55/પુરૂષ)
સરનામું: શ્યામલ વાટીકા, જી-1, ગંગોત્રીપાર્ક મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, રાજકોટ
(5) બાદલ હસમુખ વાડોલીયા (23/પુરૂષ)
સરનામું: 2-અક્ષરનગર, લાખના બંગલાની સામે, ગાંધીગ્રામ, રાજકોટ
(6) કિશોર ધનસુખ જેઠવા (63/પુરૂષ)
સરનામું: સોજીત્રા પાર્ક શેરી નં. 2, મવડી મેઈન રોડ, રાજકોટ
(7) વિશાલ ભરત કાચા (32/પુરૂષ)
સરનામું: રઘુવીર સોસાયટી, સહકાર મેઈન રોડ પાસે, રાજકોટ
(8) કૌશિક ગોવિંદ નંદાણી (50/પુરૂષ)
સરનામું: બેડીપરા, ગણેશનગર, રાજકોટ
(9) પ્રેમલ કિશોર રાચ્છ (36/પુરૂષ)
સરનામું: લક્ષ્મીવાડી, 19-મીલપરા મેઈન રોડ, રાજકોટ
(10) નીતેશ રાજુભાઈ જુરીયાણી (28/પુરૂષ)
સરનામું: ગાંધીગ્રામ, અક્ષરનગર, રાજકોટ
(11) નિમેશ રોહિત વાવડીયા (30/પુરૂષ)
સરનામું: 5-કોટેચાનગર, અમીનમાર્ગ, કાલાવાડ રોડ, રાજકોટ
(12) જયશ્રી અજય વેલીયા (46/સ્ત્રી)
(13) અજય નરોતમ વેલીયા (51/પુરૂષ)
સરનામું: લક્ષ્મીવાડી 7-એ, રાજકોટ
(14) અલીઅસગર હાતીમભાઈ સાદીકોટ (37/પુરૂષ)
સરનામું: રાજ, બ્લોક નં. 19/એ, 8-સુભાષનગર, આમ્રપાલી સિનેમા પાછળ, રૈયા રોડ, રાજકોટ
(15) માલતીબેન સુરેશભાઈ કારીયા (73/સ્ત્રી)
સરનામું: પિતૃકૃપા, જીવણનગર શેરી નં. 5, રૈયા રોડ, રાજકોટ
(16) હિતેશભાઈ કાંતિલાલ ટાંક (45/પુરૂષ)
સરનામું: 11-કોનાર્ક પ્લોટ, શિવમ પાર્ક શેરી નં. 3, રૈયા ચોકડી પાસે, 150 ફુટ રિંગ રોડ, રાજકોટ
(17) કાન્તાબેન છગનભાઈ ઘેટીયા (68/સ્ત્રી)
સરનામું : ડી-9, સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ રોડ, પવન પાર્ક, મોટા મૌવા, રાજકોટ
(18) મહેબુબભાઈ અબ્દુલભાઈ અજમેરી (58/પુરૂષ)
સરનામું: અજમેરી મંજીલ, ગાંધીગ્રામ શેરી નં. 6/બી, ચામુંડા ડેરીવાળી શેરી, રૈયા રોડ, રાજકોટ
(19)અજય કૃષ્ણમોહન ગોવિલ (52/પુરૂષ)
સરનામું: ગાયકવાડી શેરી નં.2, રાજકોટ
(20) હંસા અરૂણ રસ્યા (58/સ્ત્રી)
સરનામું: કેવડાવાડી શેરી નં.7, રાજકોટ
(21) ભરત તરસીભાઈ તાલપરા (45/પુરૂષ)
સરનામું: બાપા સીતારામ ચોક, મધુવન પાર્ક, મવડી મેઈન રોડ, રાજકોટ
(22) ભાનું ચુની મકવાણા (60/સ્ત્રી)
સરનામું: વિષ્ણુનગર રીંગ રોડ, રાજકોટ
(23) પુનમ કરણજી વાઘેલા (30/સ્ત્રી)
સરનામું: બહુમાળી ભવન ક્વાર્ટર નં. સી-1, રાજકોટ
(24) આરીફ ઈબ્રાહીમ (32/પુરૂષ)
સરનામું: સેન્ટ્રલ જેલ, રાજકોટ
(25) જીવા ચના કંટારીયા (66/પુરૂષ)
સરનામું : નેહરુનગર શેરી નં. 1,  નાનામૌવા મેઈન રોડ, રાજકોટ
(26) વોરા નેમી જીગ્નેશ (20/સ્ત્રી)
સરનામું: પેન્ટાગોન સોસાયટી, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, મોટા મૌવા રોડ, રાજકોટ
(27) હેત્વીબેન પ્રવીણભાઈ ઘડુસીયા (15/સ્ત્રી)
સરનામું: લક્ષ્મીવાડી મેઈન રોડ, સહજાનંદ સદન, રાજકોટ
(28) મધુબેન મનસુખભાઈ વણપરીયા (65/સ્ત્રી)
સરનામું: પ્રજાપતિ સોસાયટી– 2, 40 ફુટ રોડ, રાજકોટ
(29) પાર્થ હેમરાજભાઈ ટાંક (26/પુરૂષ)
સરનામું: વૃંદાવન, નટરાજનગર, ગોવર્ધન ડેરી સામે, રાજકોટ
(30) ધર્મેશ રાચ્છ (42/પુરૂષ)
(31) રૂદ્ર રાચ્છ (7/પુરૂષ)
(32) મિત રાચ્છ (13/પુરૂષ)
(33) અલ્કાબેન રાચ્છ (40/સ્ત્રી)
(34) અમીષાબેન રાચ્છ (36/સ્ત્રી)
(35)  ભાવેશભાઈ રાચ્છ (38/પુરૂષ)
સરનામું: 7-કેવડાવાડી, રાજકોટ
(36) મયુર ચંપકલાલ ત્રિવેદી (27/પુરૂષ)
સરનામું: પરિશ્રમશાનગર, જોડિયા નાગદાદાના મંદિર સામે, ગાંધીગ્રામ, રાજકોટ
(37) જયદિપ નટવરલાલ પનારા (37/પુરૂષ)
સરનામું: કુંદનરાજ, જલારામ પ્લોટ –1, નિવેદિતા સ્કુલની બાજુમાં, યુનિવર્સીટી રોડ, રાજકોટ
(38) રમેશભાઈ હરિભાઈ પોકીયા (55/પુરૂષ)
સરનામું: 302-પુજા સંકલ્પ એપાર્ટમેન્ટ, મનહર પ્લોટ– 9, ભક્તિનગર સ્ટેશન, મંગળા રોડ, રાજકોટ
(39) દિપક ભુપેન્દ્રભાઈ તન્ના (27/પુરૂષ)
સરનામું: ભીડ ભંજન શેરી નં. 7, લીમડા ચોક, મોચી બજાર, રાજકોટ

જસદણમાં 5 અને વીંછિયામાં 1 કેસ

જસદણમાં આજે જાણે કોરોના બોમ્બ ફુટ્યો હોય તેમ એકસાથે 5 અને વીંછિયામાં 1 કેસ નોંધાયો છે. જેમાં જસદણના ગીતાનગરમાં રહેતા સુધીરભાઇ સુરેશભાઈ  હિરપરા (ઉ.વ. 35), રવજીભાઇ બચુભાઈ (ઉ.વ. 60), પાંચવડામા રહેતા મુળજીભાઇ અમરશીભાઇ રાજપરા (ઉ.વ. 71), હંસાબેન રાદડીયા (ઉં.વ. 56), ઉદયભાઇ દિલિપભાઇ મહેતા (ઉ.વ. 26) અને વીંછિયાના સબરીમાં શેરીમાં રહેતાં નીતાબેન વિજયભાઇ (ઉ.વ. 30)નો સમાવેશ થાય છે.

ગોંડલમાં એક દિવસમાં પાંચ પોઝિટિવ કેસ

ગોંડલ પંથકમાં કોરોના બેકાબૂ બની રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 48 કોરોના પોઝિટિવ સાથે બેના મોત નીપજ્યાં છે. આજે કોરોના પોઝિટિવ પાંચ કેસ નોંધાયા છે. જેમાં  મેસપર ગામનાં ભીખુભા પ્રતાપસિંહ જાડેજાનું મોત નીપજ્યું છે. જયારે ભોજરાજપરા શેરીનં-4માં રહેતા નિલ્પાબેન હિતેશભાઈ રાણપરા, રૈયાણીનગરમાં રહેતાં એક જ પરિવારના અશોકભાઈ માવજીભાઈ ઇસરાની, મહેન્દ્રભાઈ અશોકભાઈ ઇસરાની તથાં નિર્મલાબેન અશોકભાઈ ઇસરાનીનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આરોગ્ય તંત્ર દ્વારા તમામને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયાં હતા.

રાજકોટ સિવિલમાં કોરોનાથી 5નાં મોત

નીતિનભાઈ સવાણી (ઉં.વ,35), રાજકોટ
વર્ષાબેન પ્રવીણભાઈ શેઠ (ઉં.વ.69), ચુડા
પરષોતમભાઈ ભોવનભાઈ, ધોરાજી
ભીખુભા પ્રતાપસિંહ જાડેજા (ઉં.વ.60), મેસપર-ગોંડલ
મેમુનાબેન અહેમદભાઈ મકવાણા (ઉં.વ.63), મોરબી

આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિ. પોલીસ સ્ટેશન સેનિટાઈઝ કરાયું

યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં દારૂના કેસના આરોપી આરીફ ઈબ્રાહિમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશન સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. આ સાથે જ કોન્સ્ટેબલ કૃષ્ણદેવસિંહ અને યુવરાજસિંહને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યાં છે.

રાજકોટમાં હેરસલૂન સવારે 10થી 5 વાગ્યા સુધી જ ખુલ્લાં રહેશે

કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને સલૂન પાર્લર એસોસિએશને નિર્ણય કર્યો છે કે હવેથી હેર સલૂન સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધી જ ખુલ્લાં રાખી શકાશે. હેર સલૂન પાર્લર એસોસિએશનના નિર્ણયથી લોકોમાં ખુશી જોવા મળી છે.

રાજકોટનાં આ વિસ્તારમાં નવા કેસ નોંધાયા

રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કરેલા પોઝિટિવ રિપોર્ટમાં આયર્લેન્ડ એપાર્ટમેન્ટ નાનામવા રોડ, જામનગર રોડ, ન્યૂ માયાણીનગર કોર્પોરેશન ક્વાર્ટર, રૈયાધાર, મોટામવા, કૈલાસપાર્ક, કોઠારિયા મેઇન રોડ, રામકૃષ્ણ એપાર્ટમેન્ટ યુનિ. રોડ, ગોવિંદનગર મેઇન રોડ, સંતકબીર રોડ ચંપકનગર, આસ્થા રેસિડેન્સી, સહિતના વિસ્તારોમાં પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 740ને પાર

રાજકોટમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. મંગળવારે 308 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાંથી 26 પોઝિટિવ આવ્યા છે. 26માં 17 રાજકોટ શહેર અને 7 રાજકોટ ગ્રામ્ય વિસ્તારના નોંધાયા હતા. જ્યારે આજે વધુ 5 કોરોના પોઝિટિવ દર્દીનાં મોત થયા છે. હાલ રાજકોટ જિલ્લામાં કોરોના પોઝિટિવની સંખ્યા 740ને પાર પહોંચી ગઈ છે. ઼

દીવમાં એક કેસ પોઝિટિવ નોંધાયો

દીવમાં ઘોઘલા વિસ્તારમાં પાણીની ટાંકી પાસે સાંઇ નગરમાં કોરોના પોઝિટિવનો એક કેસ નોંધાયો છે. દીવમાં અત્યાર સુધીમાં કુલ 24 કેસ પોઝિટિવ નોંધાયા છે.

ક્રાઈસ્ટ હોસ્પિટલે કોરોનાના દર્દીને દોઢ લાખનું બિલ ફટકાર્યુ હોવાનો આક્ષેપ

રાજકોટની ક્રાઈસ્ટ હોસ્પિટલમાં મહિલા દર્દીને 3 દિવસનું દોઢ લાખનુ બિલ ફટકારવામાં આવ્યું હોવાનો આક્ષેપ કર્યો છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તે પહેલા એટલે કે 3 દિવસ પહેલા 90 હજાર ભર્યા હતા. પણ હવે દોઢ લાખ સુધીનું બિલ પહોંચી જતાં દર્દીના સગાએ જિલ્લા કલેક્ટરને જાણ કરી હતી. દર્દીના સગાએ કહ્યું કે અમે રૂપિયા ભરવા માટે હવે સક્ષમ નથી. તો હોસ્પિટલના સત્તાવાળાએ કહ્યું કે પહેલા હોસ્પિટલ ટ્રાન્સફરની પરમિશન લઈ આવો. આ સાથે જ આક્ષેપ કરતા કહ્યું કે દાખલ થયા ત્યારે હોસ્પિટલવાળાઓએ કહ્યું હતું કે ટ્રસ્ટ તમને મદદ કરશે.

આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી

આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેક ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular