Wednesday, January 19, 2022
Homeગુજરાતરાજકોટમાં મુખ્યમંત્રીના સ્વાગત માટે જનમેદની ઉમટી પડી, ઢોલ ગાજી ઉઠ્યા

રાજકોટમાં મુખ્યમંત્રીના સ્વાગત માટે જનમેદની ઉમટી પડી, ઢોલ ગાજી ઉઠ્યા

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ એરપોર્ટ પર આગમન થયું ત્યારે તેને સત્કારવા માટે ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા,, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, મેયર પ્રદીપભાઈ ડવ, સંસદસભ્ય મોહનભાઈ કુંડારીયા, ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર ભરતભાઇ બોઘરા, રાજ્યકક્ષાના મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ, જાણીતા ધારાશાસ્ત્રી દિલીપભાઈ પટેલ, રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદર સહિતનાઓ એરપોર્ટ પર ઉપસ્થિત રહ્યા હતા.

તો રોડ શો ના સમગ્ર રૂટ પર જાણે મેળો ભરાયો હોય તેમ ભાજપના આગેવાનો, કાર્યકરો અને આમ આદમી મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા. સ્વાગત માટે ઢોલ નગારા સાથે પઠાણી પોશાકમાં સજ્જ યુવાનો પણ હાજર હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular