રાજકોટમાં યુવતીએ મૈત્રી કરાર કર્યા બાદ વૃદ્ધ પાસે 28 લાખ પડાવ્યા પછી….

0
34

રાજકોટ શહેરના બીજા રિંગ રોડ પર આવેલા એક ફ્લેટમાં રહેતી યુવતી જીજ્ઞાશાના ઘરે 65 વર્ષના વૃદ્ધ ઘનજીભાઈએ દવા ગટગટાવીને આત્મહત્યા કરી લેતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. મૈત્રી કરાર કરનારી જીજ્ઞાશા નામની યુવતીએ વૃદ્ધને પોતાની માયાજાળમાં ફસાવ્યા છે. મળતિયાઓએ તેના ફોટા અને વીડિયો વાઈરલ કરી દેવાની ધમકી ઉચ્ચારી બ્લેકમેલ કર્યા હતા. પૈસાની માંગ અને ધમકીથી કંટાળેલા વૃદ્ધે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવ્યું હતું.

જામનગર નજીક આવેલા ધ્રોલ ગામે રહેતા અને બિલ્ડર તરીકે કામ કરતા ધનજીભાઈ કાસિયાણી (ઉ.વ.65) ગત શુક્રવારે પોતાની સ્ત્રી મિત્ર જીજ્ઞાશાના ઘરે રાજકોટ જવા નીકળ્યા હતા. જીજ્ઞાશા વસિયાણીએ 108ને ફોન કરીને જણાવ્યું હતું કે, ધનજીભાઈએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી છે. આટલું જાણવા મળતા 108ની ટીમ ઘટના સ્થળે દોડી હતી. સારવાર માટે વૃદ્ધને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પણ ત્યાં સુધીમાં એમનું પ્રાણ પંખીરું ઊડી ગયું હતું. પોલીસને આ ઘટનાની જાણ થતા પોલીસે જીજ્ઞાશાની પૂછપરછ શરૂ કરી હતી. ધનજીભાઈના પુત્ર બાલકૃષ્ણભાઈએ જણાવ્યું હતું કે, પિતા મંદિર બાંધકામના સ્પેશ્યાલીસ્ટ હતા. 500 જેટલા મંદિર સમગ્ર ગુજરાતમાં બનાવ્યા છે. જીજ્ઞાશાએ ધનજીભાઈ સાથે છેત્તરપીંડી કરીને મૈત્રી કરાર કર્યા હતા. આ ઘટના બે વર્ષ પહેલા બની હતી.

જીજ્ઞાશા સાથે રહેલા બે વ્યક્તિ બાબુ આહિર અને હરીયાએ મળીને વૃદ્ધને ધમકી આપી હતી. ત્યાર બાદ પૈસા અને દાગીના પડાવવા માટે કરસો રચ્યો હતો. ધનજીભાઈ પાસેથી આશરે 28 લાખ રૂપિયા જેટલી રકમ લઈ લીધી છે. જીજ્ઞાશાના ઘરે જતા પહેલા તેમણે કાકા શાંતિલાલ કશિયાણી (જાઈવા સ્કૂલ પ્રિન્સિપાલ)ને આ બ્લેકમેલની વાત કહી હતી. થોડીવાર બાદ ફરી શાંતિલાલને ફોન કરીને ઝેરી દવા પીવડાવી દીધાનો ઘટસ્ફોટ કર્યો હતો. ઝેરી દવા પીવડાવીને હત્યા કરી હોવાનો કાશિયાણી પરિવારનો આરોપ છે. વૃદ્ધને આત્મહત્યા માટે મજબુર કર્યાનું પોલીસ તપાસમાં ખુલતા જીજ્ઞાશા અને તેના બે સાગરિત સામે ગુનો નોંધાયો છે. દોઢ મહિના પહેલા પણ જીજ્ઞાશાએ ધનજીભાઈના ઘરે જઈને પૈસાની માંગ કરી હતી. ત્યારે પરિવારજનોને આ સંબંધ વિશે ખ્યાલ આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here