રાજકોટમાં ઉત્તરાયણના તહેવારને ધ્યાને લઈ આરોગ્ય વિભાગે ચીકી અને સાનીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા

0
5

મકરસંક્રાતિના તહેવારને અનુલક્ષીને ચીકી અને સાનીનું મોટા પ્રમાણમાં વેચાણ થતું હોય છે. ત્યારે જાહેર જનતાને ભેળસેળરહિત આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે તે હેતુથી આજે રાજકોટ મહાનગરપાલિકાની ફુડ વિભાગની ટીમ દ્વારા અલગ અલગ વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં હતા અને 9 જેટલા નમૂના લેવાયા હતા.

આ જગ્યાઓ પરથી નમૂના લેવાય

મનપાની ટીમ દ્વારા મોમાઇ ચીકી, કેસરી બ્રિજ ખાતેથી મનમોજી ચીકી (લૂઝ), સંજરી સિઝન સ્ટોર, કેસરી બ્રિજ ખાતેથી કાળા તલની સાની (લૂઝ), ગુરુજી ચીકી, રૈયા ચોકડી પરથી ગોળ દાળીયાની ચીકી (લૂઝ), જય બજરંગ ચીકી, પારેવડી ચોક ખાતેથી ગોળ ટોપરાની ચીકી (લૂઝ), ઠક્કર ગૃહ ઉદ્યોગ, ગાંધીગ્રામ ખાતેથી ક્રશ ચીકી (લૂઝ), ભાવના ગૃહ ઉદ્યોગ, ચુનારાવાડ ચોક ખાતેથી કાળા તલની ચીકી (લૂઝ), શ્રી રામ ચીકી, પરસાણાનગર-5 ખાતેથી ખાંડ કોપરાની ચીકી (લૂઝ), મોનાલીસા એન્ટરપ્રાઇઝ, મોરબી રોડ ખાતેથી ગોળ સિંગની ચીકી (લૂઝ), સાત્વિક ફુડ પ્રોડક્ટ, ટાગોર માર્ગ ખાતેથી સફેદ તલની સાની (લૂઝ), કનેરીયા એન્‍જિનિયરિંગ વર્ક્સ, ભક્તિનગર રેલવે સ્‍ટેશન ચોક ખાતેથી ‘હાશ’ બ્રાન્‍ડ ડ્રાયફ્રુટ ચીકી (500 ગ્રામ પેક્ડ) તથા કાળા તલ (લૂઝ) નો સમાવેશ થાય છે.

તહેવારને ધ્યાને લઈને મનપાએ દરોડા પાડ્યા

મકરસંક્રાંતિના તહેવારને લઈને આરોગ્ય વિભાગ દ્વારા ચીકી અને સાનીના વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યાં છે. જેથી રાજકોટવાસીઓને ભેળસેળરહિત અને આરોગ્યપ્રદ ખાદ્યપદાર્થો મળી રહે. તંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડી નમૂના લેવામાં આવ્યાં છે.