અમદાવાદ : સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોલીસકર્મીઓ જ પ્રતિબંધિત વસ્તુઓ પોહચાડે છે, કેદીને તમાકુ અને લાઈટર આપ્યાં

0
63

અમદાવાદ: સાબરમતી સેન્ટ્રલ જેલમાં પોલમ પોલમ ચાલી રહી હોવાનો પર્દાફાશ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે કરી ખંડણીનું મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે. જેલમાં.મોબાઈલ પોહચાડવામાં જેલના જ પોલીસકર્મીઓનો હાથ છે કે નહીં તે હજી સુધી સ્પષ્ટ નથી થયું પરંતુ જેલના જ કર્મચારીઓ કેદીઓને જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ લાવીને આપી હોવાનું બહાર આવ્યું છે. જેલમાં બડા ચક્કરમાં પાક કામના કેદીને જેલ સહાયક જગદીશ પ્રજાપતિએ તમાકુની પડીકીઓ અને લાઈટર લાવીને આપ્યા હતા. જેને લઈ બે કેદી અને જેલ સહાયક સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

સાબરમતી સેન્ટ્રલ જેલમાં બડા ચક્કરમાં પાકા કામના કેદી ઇમામમિયાં સૈયદનું જેલના કર્મચારીઓએ ચેકિંગ કરતા તેના પાસેથી 20 તમાકુની પડીકીઓ તેમજ 2 લાઈટર મળી આવ્યા હતા. આ બાબતે તેઓની પૂછપરછ કરતા જેલમાં બડા ચક્કરમાં પાંચ ખોલીમાં ફરજ બજાવતાં જેલ સહાયક જગદીશ પ્રજાપતિએ તેને આપ્યું હતું અને પાકા કામના કેદી મેહુલ જયંતીભાઈ પ્રજાપતિને પહોંચાડવા માટે કહ્યું હતું. રાણીપ પોલીસે જેલ સહાયક જગદીશ પ્રજાપતિ અને બે કેદી સામે તપાસ શરૂ કરી છે.

ઉપરાંત સાબરમતી જેલમાંથી મોબાઈલ મળી આવવાનો સિલસિલો ચાલુ જ છે. શાંતિનિકેતન યાર્ડમાં ટોયલેટની બારી પાસેથી એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. જેલ જડતી સ્ક્વોડે જેલમાં તપાસ કરતા બેરેક નંબર 6ના ટોયલેટના બારીમાં એક મોબાઈલ મળી આવ્યો હતો. જે બાબતે કેદીઓની પૂછપરછ કરતા કોઈ જાણકારી મળી ન હતી. રાણીપ પોલીસે આ મામલે પણ ગુનો નોંધ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here