સુરતમાં સચીનના તલંગપુર ગામે યુવકની છાતીના ભાગે લાદીના ઘા મારી હત્યા કરાઈ

0
5

સચીનના તલંગપુર ગામ સાંઈબાબ રેસીડેન્સી સોસાયટીના ખુલ્લા પ્લોટમાં યુવકની છાતી અને પગના ભાગે લાદી મારી હત્યા કરવામાં આવી હતી. તહેવારના રોજ ધોળા દિવસે હત્યાનો બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. જ્યારે લિંબાયત વિસ્તારમાં યુવાન પર હુમલો થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

હત્યા કરાયેલી લાશ મળી આવી

સચીન જીઆઈડીસી પોલીસ પાસેથી મળતી વિગત મુજબ ગભેણી રોડ તિરુમાલા સોસાયટીમાં આવેલી ઝાકીરની ચાલીમાં રહેતા અને મજુરી કામ કરતા ગંગાસિંહ રમકાંતસિંહની તલંગપુર ગામમાં સાંઈબાબા રેસીડેન્સી પાસેથી હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બે અજાણ્યાઓએ ગંગાસિંહને છાતી અને પગના ભાગે લાદીના ઘા મારી હત્યા કરી હતી.

બે અજાણ્યા સામે હત્યાનો ગુનો નોંધાયો

બનાવ અંગે પોલીસને જાણ થતા પીઆઈ એમ.વી.તડવી સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે બનાવ અંગે મૃતક ગંગાસિંહના મકાન માલિક ઝાકીરઅલી નુરમોહમંદ શેખની ફરિયાદ લઈ બે અજાણ્યાઓ સામે હત્યાનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

લિંબાયતમાં યુવાન પર હુમલો

લિંબાયત વિસ્તારમાં આવેલા વિનોબા નગર નજીક અજાણ્યાઓ દ્વારા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં હુમલાખોરો મૂકને ફરાર થઈ ગયા હતા. યુવકને હાલ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. જ્યારે ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે. અને વધુ તપાસ હાથ ધરી છે.