અમદાવાદ : સરદારનગર વિસ્તારમાં શખ્સે પોતાના શરીરને આગ ચાંપીને કર્યો આપઘાતનો પ્રયાસ

0
31

અમદાવાદ શહેરના સરદારનગર વિસ્તારમાંં એક વ્યક્તિએ આત્મહત્યાનો પ્રાયસ કર્યો હોવાની ઘટના સામે આવી છે. મકાન પડી જવાથીએ પીડિત વ્યકિતએ મકાન માલિક સામે ફરિયાદ નોંધાવી હતી. જો કે મકાન માલિકે ધમકી આપી હોવાનો આરોપ લગાવી પીડિત વ્યક્તિએ પોતાની જાતને સળગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મકાન દુર્ઘટનામાં પીડિત વ્યક્તિના એક પુત્રનું મોત પણ થયું હતું.

ઘટનાની વિગત મુજબ, શહેરના સરદારનગર વિસ્તારમાં રહેતા સંતોષ ચારણે પોતાના શરીરને આગ ચાંપીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ છે. કેટલાક દિવસ અગાઉ મકાન પડી જવાની ઘટનાને લઇને સંતોષ ચારણે ફરિયાદ નોંધાવી રહ્યા હતા. તેને લઈને મકાનમાલિકે ધમકી આપતા આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘટનાના પગલે પરિવારજનો સ્થળ ઉપર દોડી આવ્યા હતા. અને સળગેલા યુવકને લઈને આક્રંદ કરવા લાગ્યા હતા.

ઘટનાની જાણ થતાં જ સરદાર નગર પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપેલ છે. પોલીસનું કહેવું છે કે કેટલાક દિવસ અગાઉ કુબેર નગર રોડ પર એક બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. જેમાં બીજા વ્યક્તિના પુત્રનું મૃત્યુ થયું હતું.

પ્રાથમિક તબક્કે પોલીસે આકસ્મિક મોત દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી હતી. બે તપાસ દરમિયાન બિલ્ડીંગના માલિકની બેદરકારી સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધવાની તજવીજ શરૂ કરી હતી. જેમાં ફરિયાદી ઇજાગ્રસ્ત સંતોષ ચારણ હતા. જેની જાણ મકાન માલિકને થતાં તેણે ઈજાગ્રસ્તને ધમકી આપી હતી. અને ધમકીથી કંટાળીને ઈજાગ્રસ્તને આ પગલું ભર્યું હોવાનું પોલીસનું કહેવું છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ઇજાગ્રસ્તોની ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here