મહારાષ્ટ્ર : સાતારામાં સેનામાં નોકરી અપાવવાના બહાને એક વ્યક્તિએ એક જ પરીવારના 4 લોકોની હત્યા કરી

0
0

મહારાષ્ટ્રના સાંગલીમાં એક જ પરીવારના ચાર લોકોની હત્યા કરવાની ઘટના બની છે. ચારેય વ્યક્તિની હત્યા ઓગસ્ટ મહિનામાં અલગ-અલગ સમયે થઈ અને અંતિમ સભ્યનો મૃતદેહ મંગળવારે મળ્યો હતો. આ કેસમાં યોગેશ નિકમ નામના વ્યક્તિની ધરપકડ કરાઈ છે. આરોપીએ પોતાનો ગુનો કબૂલી લીધો છે. આરોપીએ નોકરી અપાવવાના બહાને પૈસા પડાવ્યા હતા. નોકરીની વ્યવસ્થા ન થતાં પરીવારે પૈસા પરત માંગ્યા તો આરોપીએ તમામની હત્યા કરી.

સાતારા પોલીસને મળેલી જાણકારી મુજબ તાનાજી જાધવ (55) અને તેની પત્ની મંદાકિની જાધવ (50) પોતાના બન્ને પુત્રો તુષાર (26) અને વિશાલ (20) સાથે અહીં રહેતા હતા. અમુક દિવસ પહેલા તાનાજીની ઓળખાણ યોગેશ સાથે થઈ અને પોતાને સેનાનો અધિકારી ગણાવી બન્ને પુત્રોને નોકરી અપાવવાનું વચન આપ્યું હતું. ત્યાર પછી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં તે તુષાર અને વિશાલને લઈને માર્લી ઘાંટ પહાડી પર ગયો હતો. તેણે જણાવ્યું હતું કે અહીં સેનાનો ગુપ્ત કેમ્પ છે અને તે બાળકોને ટ્રેનિંગ આપવા લઈ જઈ રહ્યો છે.

આવી રીતે મળ્યા 4 મૃતદેહો
ત્યાર પછી તાનાજી અને મંદાકિનીને પોતાના બાળકોની જાણકારી ન મળી. તેઓ ઘણા દિવસો સુધી તેને શોધ્યા પછી ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં માર્લી પહાડ પર પહોંચ્યા અને તેઓ પણ ગાયબ થઈ ગયા. ત્યારે પછી અચાનક એક ગ્રામજનોને તાનાજીનો મૃતહેદ મળ્યો હતો. તેમની ઓળખાણ થયા પછી પોલીસે પરીવારની શોધખોળ શરૂ કરી અને 29 ઓગસ્ટના રોજ મંદાકીનો તેમજ 31 ઓગસ્ટના રોજ તેમના પુત્ર તુષારનો મૃતદેહ મળ્યો હતો. મંગળવારે વિશાલનો મૃતદેહ મળ્યો છે.

નોકરી અપાવવાના નામે યોગેશે પૈસા લીધા હતા
આ કેસની તપાસ કરી રહેલી પોલીસે તાનાજીના મૃતદેહની ઓળખાણ કર્યા પછી તેમને તેમના સંપર્કમાં છેલ્લે આવેલા યોગેશની ધરપકડ કરી હતી. યોગેશે બતાવેલા નિશાનના આધારે પોલીસે બાકીના ત્રણ મૃતદેહોને શોધ્યા હતા. પોલીસ તપાસમાં યોગેશે પોતના ગુનો કબૂલી દીધો છે. અત્યાર સુધીની તપાસમાં એ જાણવા મળ્યું છે કે યોગેશે નોકરી અપાવવાના બહાને પૈસા લીધા હતા અને મહિનાઓ સુધી નોકરી ન અપાવવાતા તાનાજીએ તમની પાસે પૈસા પરત માંગ્યા હતા. ત્યારે પછી યોગેશે ખોટી ટ્રેનિંગના નામે પુત્રોને લઈ જઈને મોતને ઘાટ ઉતાર્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here