સ્કોટલેન્ડમાં મહિલાઓને સેનેટરી પેડ મળશે ફ્રી, સરકારનો નિયમ

0
25

નવી દિલ્હી, 1 માર્ચ 2020, રવિવાર

સ્કોટલેન્ડની સંસદએ મહિલાઓ માટે ફ્રી સેનેટરી પ્રોડક્ટ ઉપલબ્ધ કરાવવાનું નક્કી કર્યું છે. આ યોજનાને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. આમ કરનાર સ્કોટલેન્ડ દુનિયાનો પહેલો દેશ છે. મહિલાઓને હવે ટેમ્પૂન, સેનેટરી પેડ્સ સામુદાયિક કેન્દ્ર, યુથ ક્લબ અને ફાર્મસીઓમાંથી ફ્રીમાં મળશે.

સરકાર આ યોજના પર વાર્ષિક 24.1 મિલિયન પાઉંડનો ખર્ચ કરશે. આ બિલનો પ્રસ્તાવ સંસદમાં મોનિકા લેલનએ રજૂ કર્યો હતો. સંસદમાં તેણે જણાવ્યું હતું કે આ બિલ સ્કોટલેન્ડમાં માસિક ધર્મને એક સામાન્ય પ્રક્રિયા બનાવવા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય સાબિત થશે. તેનાથી દેશના લોકો સુધી સંદેશ પહોંચશે કે સંસદમાં લિંગાનુપાતને ગંભીરતાથી લેવામાં આવે છે.

આ પહેલા વર્ષ 2018માં સ્કોટલેન્ડની શાળા, કોલેજો અને યૂનિવર્સિટીઓમાં ફ્રી સેનેટરી પ્રોડક્ટ આપવામાં આવ્યા હતા. આમ કરનાર પણ સ્કોટલેન્ડ પહેલો દેશ હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here