ગાંધીનગર : સેક્ટર-26 GIDC માં કંપની માલિક સહિત 2 લોકો સાથે રૂ. 3.50 કરોડની છેતરપિંડી કરાઈ.

0
0

સે-26 જીઆઈડીસી આવેલી કંપનીના માલિક સહિત 2 લોકો સાથે 3.50 કરોડની છેતરપીંડીની ઘટના બની છે. સુત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સે-26 ન્યુ ગ્રીન સિટી ખાતે રહેતાં જગદીશભાઈ મુલચંદભાઈ પટેલ 26 જીઆઈડીસીમાં રીજેટ કંટ્રોલ સિસ્ટમ આઈ પ્રા. લી. નામે કંપની ધરાવે છે. 2015થી તેઓ 26 જીઆઈડીસીમાં આવેલી તુનવાલ ઈલેક્ટ્રોનિક્સમાંથી માલ ખરીદતા હોવાથી તેના માલિક ઝુમરમલ પન્નારામ તુનવાલ (રહે- 62, શિવાલીક હોમ્સ, રાંધેજા)ને તેઓ ઓળખતા હતા.

જદગીશભાઈએ જીઆઈડીસી ઈલેક્ટ્રોનિક એસ્ટેટમાં પોતાની જગ્યા ઝુમરમલને ઈલેક્ટ્રિક વાહનો બનાવવા 96 હજારના ભાડે આપી હતી. જુલાઈ 2017માં ઝુમરમલે જગદીશભાઈને ઈલેક્ટ્રીક વાહનના બિઝનેસમાં રોકાણ કરવાની વાત કરી હતી. જેને પગલે જગદીશભાઈ અને તેમના મિત્ર પ્રવિણભાઈ ચૌધરીએ આ મુદ્દે ઝુમરમલ સાથે બેઠક કરી હતી. જેમાં તેણે તે સમયે બે કરોડ અને ત્રણથી છ મહિના પછી બીજા એક કરોડની જરૂરિયાત હોવાનાી વાત કરી હતી. જેની સામે ઝુમરમલે તેમને તુનવાલ ઈ-વ્હીકલ ઈન્ડિયા પ્રા. લિ.ના 25 ટકા ભાગીદારીની વાત કરી હતી.

તે સમયે બંનેએ 89 લાખ રૂપિયા આપીને બીજા પૈસા તબક્કાવાર સમયમર્યાદામાં પુરા કરી દીધા હતા. જેની સામે બંનેને કંપનીના ડિરેક્ટર તરીકે નિમણુંક અપાઈ હતી. જો બંનેને 8-8 ટકા જ શેરની ફાળવણી કરી હતી. જે બાદ જાન્યુઆરી-2018માં ઝુમરમલે 40 ટકા શેરના હિસ્સાની વાત કરીને બંને પાસેથી 1.11 કરોડ શેર કેપીટલ પેટે ભરાવ્યા હતા.

6 માસમાં વ્યાજે પૈસા આપવાનો વાયદો કર્યો

જગદીશભાઈ અને પ્રવિભાઈએ હિસાબો તથા શેરની માંગણી કરતાં તેણે 6 મહિનામાં 18 ટકા વ્યાજ સાથે પૈસા પરત આપવાનો મેઈલ કર્યો હતો. જોકે તેણે પૈસા તો આપ્યા ન હતા પરંતુ બંને કંપનીના ડાયરેક્ટર પદથી પણ રિમુવ કરી દીધા હતા. જેને પગલે છેતરાયા હોવાનો અહેસાસ થતાં જગદીશભાઈએ સીઆઈડી ક્રાઈમમાં ઝુમરમલ પન્નારામ તુનવાલ સામે ફરિયાદ નોંધાવી હતી.

આગની ઘટના બાદ કંપની રાતોરાત પૂના ખસેડી દીધી

ફરિયાદમાં થયેલા દાવા પ્રમાણે કંપનીની સાચી આર્થિક સ્થિત સામે ન આવે તે માટે ઝુમરમલે તટસ્થ ઓડિટ ન કરીને પોતાના માણસ પાસે ઓડીટ કરાવ્યું હતું. જે બાદ કંપનીની વિગતો પોતાના સિવાય કોઈને ન આપવાનું કહીં કંપનીનું મૂડી રોકાણ ડાયવર્ટ કરવાનું શરૂ કર્યું હતું. માર્ચ-2019માં કંપનીમાં આગનો બનાવ બન્યો હતો. જે બાદ કંપનીનું બધુ જ રો મટીરિયલ્સ પુના ખાતે ખસેડી લીધું હતું. ઝુમરમલે ફેબ્રુઆરી-2019માં પુના ખાતે જગ્યા ભાડે રાખી લીધી હતી. ત્યારે આગના બનાવના ઓથા હેઠળ તેને ફંડમાં છેતરપીંડી કરી હોવાાનો આક્ષેપ લગાવાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here