- Advertisement -
અરવલ્લી જિલ્લામાં આજથી જયા પાર્વતી વ્રતનો પ્રારંભ થઈ ચૂક્યો છે.અષાઢ સુદ તેરસ થી જયા પાર્વતી વ્રત નોપ્રારંભ થાય છે અને આ અષાઢ વદ બીજ ના દીવસે પૂર્ણ થાય છે.અરવલ્લી જિલ્લાની ૨૫,૦૦૦હજારથી વધુ કન્યાઓ-યુવતીઓ જયા પાર્વતી વ્રત કરી સારો વર અને અને સંતાન મેળવવા માટે વ્રત કરતી હોય છે. ૫ દિવસ દરમ્યાન અરવલ્લી જિલ્લાના ૧૦૦૦ થી વધુ શિવમંદિરોમાં વ્રતધારી કન્યાઓ શિવજીની ઉપાસના કરતી જોવા મળી રહી છે.
જયા પાર્વતી વ્રત અને ગૌરીવ્રતમાં પણ મોંઘવારીનું ગ્રહણ દહેશત જોવા મળી રહ્યું છે ડ્રાયફુટના ભાવમાં વધારો થતા અનેક પરિવારો હચમચ્યા છે. પરંતુ પોતાની દીકરીઓ અને વહુઓ વ્રત કરતી હોવાથી તેઓ માંગે તેટલું દ્રાયફૂટ લાવી આપ્યું છે.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડેમાઈ ગામ ખાતે આવેલ સોમનાથ મહાદેવમાં ડેમાઈ ગામની તથા આજુબાજુના ગામમાંથી કુમારીકાઓ શીવ મંદિરમાં શિવજીની પૂજા અર્ચના કરી અને ધન્યતા અનુભવી હતી. આની પૂજા વિધિ વિદ્વાન બ્રાહ્મણ દ્વારા કરવામાં આવતી હોય છે. ૫ દિવસ સુધી શિવ મંદિરોમાં વ્રતધારી કન્યાઓ હાજરીથી શિવમંદિરો ધમી ધમી રહ્યા છે.
કેમેરામેન આર્યન ગોસ્વામી સાથે હર્ષ પંડયા, CN24NEWS, અરવલ્લી