Friday, March 29, 2024
Homeસીમા વિવાદ : જ્યારે સિક્કિમમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ઝપાઝપી થઈ, ત્યારે લદ્દાખની...
Array

સીમા વિવાદ : જ્યારે સિક્કિમમાં ભારત-ચીનના સૈનિકોની વચ્ચે ઝપાઝપી થઈ, ત્યારે લદ્દાખની સીમા પર ચીનના હેલિકોપ્ટર પણ જોવા મળ્યા

- Advertisement -

લદ્દાખ. લદ્દાખમાં લાઈન ઓફ એકચ્યુઅલ કન્ટ્રોલ(એલએસી)ની પાસે ચીનની સેનાનું હેલિકોપ્ટ દેખાયા બાદ ભારતીય વાયુસેના સતર્ક થઈ ગઈ છે. ભારતીય વાયુસેનાએ પણ આ વિસ્તારમાં ફાઈટર જેટથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. એલઓસીની પાસે ચીનના હેલિકોપ્ટર ગત સપ્તાહે એ દરમિયાન જોવા મળ્યા જ્યારે ઉત્તરી સિક્કમના વિસ્તારમાં ચીની સૈનિકો અને ભારતીય સૈનિકોની વચ્ચે ઝપાઝપી થઈ હતી. ન્યુઝ એજન્સી એએનઆઈના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનના હેલિકોપ્ટરોએ એલએસીને ક્રોસ કરી નથી.

6 મેના રોજ પૂર્વી લદ્દાખમાં બંને દેશોના સૌનિકો સામ-સામે આવી ગયા હતા

નોર્થ સિક્કિમના નાકુ લા સેક્ટરમાં શનિવારે ભારત અને ચીનના સૈનિકોની વચ્ચે થયેલી ઝપાઝપીમાં બંને તરફ જવાન ઘાયલ થયા હતા. સેનાના સૂત્રોનું કહેવું છે કે બંને દેશોના સૈનિકોનું આ દરમિયાન ખૂબ આક્રમક વલણ જોવા મળ્યું. આર્મી સૂત્રોએ ન્યુઝ એજન્સીને જણાવ્યું કે પૂર્વી લદ્દાખમાં પણ 5 અને 6 મેના રોજ બંને દેશોના સૈનિકો સામ-સામે આવી ગયા હતા. જોકે વાતચીત પછી આ મામલામાં સમાધાન થયું હતું.

મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા મુજબ, ભારતીય અને ચીની સૌનિકો વચ્ચે ઝપાઝપીની ઘટનાઓ મુગુથાંગથી આગળ નાકૂ લ સેકટરમાં થઈ હતી. આ વિસ્તાર 5 હજાર મીટરની ઉંચાઈ પર છે. એક અધિકારીએ જણાવ્યું કે 4 ભારતીય અને 7 ચીનના સૈનિકોને ઈજા પહોંચી હતી. આ ઝપાઝપીમાં બંને દેશોના લગભગ 150 સૌનિકો સામેલ હતા. બીજી તરફ આર્મીએ કહ્યું હતું કે સીમા વિવાદને લઈને ભારતીય અને ચીનના સૌનિકોની વચ્ચે અસ્થાઈ અને છુટીછવાઈ ઝપાઝપી થતી રહે છે. બંને સેનાઓ આ મુદ્દાનું પ્રોટોકોલ અંતર્ગત સમાધાન કરી લે છે. જોકે આ વખતે ઝપાઝંપી ઘણા લાંબા સમય બાદ થઈ.

પાકિસ્તાન પણ તેની સીમામાં લડાકૂ વિમાનોનું પરિભ્રમણ વધારી રહ્યું છે

ભારતીય વાયુસેના લદ્દાખમાં પેટ્રોલિંગ માટે લેહ એરબેસથી સુખોઈ સહિત બીજા વિમાનો મોકલતી રહે છે. સીમાની પાસે ચીનના હેલિકોપ્ટરો દેખાતા થોડા દિવસો પહેલા પાકિસ્તાન એરફોર્સે પણ ભારત સાથે જોડાયેલી સીમા પર પેટ્રોલિંગ વધારી દીધું હતું. ભારતના એક ટોપ અધિકારીના જણાવ્યા મુજબ, પાકિસ્તાનને ડર છે કે હંદવાડા એન્કાઉન્ટર અને કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ બાદ ભારત તરફથી મોટી કાર્યવાહી થાય તેવી શકયતા છે. આ કારણે એફ-16 અને જેએફ 17 લડાકુ વિમાન તેની સીમામાં સતત પરિભ્રમણ કરી રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય દબાણના કારણે ચીન સ્તબ્ધ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પર દબાણ છે કે તે કોરોના સાથે જોડાયેલી માહિતી આપવામાં પારદર્શકતા રાખે અને જણાવે કે વાઈરસ અસલમાં ક્યાંથી ફેલાયો ? અમેરિકાને શક છે કે વાઈરસ વુહાનની લેબમાંથી નીકળીને વિશ્વમાં ફેલાયો છે. ચીનમાંથી ઘણી આંતરરાષ્ટ્રીય કંપનીઓ તેમનું મેન્યુફેકચરિંગ બેસ શિફ્ટ કરવાનો વિચાર કરી રહી છે. આવી કંપનીઓને ભારતમાં સારા વિકલ્પો દેખાઈ રહ્યાં છે. કેન્દ્ર સરકાર પણ એ કહી ચૂકી છે કે દેશમાં મેન્યુફેકચરિંગ માટે આવનારી કંપનીઓને તમામ સુવિધાઓ પણ આપીશું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular