શ્રીનગરમાં આતંકીઓએ CRPF પિકેટને ટાર્ગેટ કરીને ગ્રેનેડ ફેંક્યો

0
15

શ્રીનગર (Srinagar) ના ડાઉનટાઉન વિસ્તારના કાવડામાં આતંકીઓએ આજે બપોરે લગભગ 12 વાગે એક ગ્રેનેડ (Grenade Attack) હુમલો કર્યો. આ ગ્રેનેડ વિસ્તારમાં આવેલા સીઆરપીએફ પિકેટથી થોડા અંતરે જ ફાટ્યો.

પોલીસના જણાવ્યાં મુજબ એક બાઈક પર સવાર થઈને આવેલા બે આતંકીઓએ કાવડરામાં આવેલા સીઆરપીએફ (CRPF) પિકેટને નિશાન બનાવવાની કોશિશ કરી. પરંતુ નિશાન ચૂકી ગયા અને ગ્રેનેડ પિકેટથી થોડા અંતરે ફાટ્યો. જેમાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો. તેને તરત હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. હાલ તેની સ્થિતિ સ્થિર છે.

ઘટના બાદ તરત સીઆરપીએફ અને પોલીસે વિસ્તારને ઘેરી લીધો અને સર્ચ ઓપરેશન ચલાવ્યું પરંતુ આતંકીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ જવામાં સફળ રહ્યાં. આ વિસ્તારના તમામ એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ પર નાકેબંધી કરીને વાહનોની તલાશી લેવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here