સુરતમાં અર્ધનગ્ન થઈ ઉછીના લીધેલા રૂપિયા આપવાની ના પાડતા મિત્રએ માત્ર રૂ.1000 માટે યુવકને મોતને ઘાટ ઉતાર્યો

0
0

સુરત શહેરના અમરોલી અંજની ઈન્ડસ્ટ્રીઝમાંથી અઠવાડિયા પહેલા કારીગરની માથામાં બોથડ પદાર્થ મારી હત્યા કરાયેલી અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. આ કેસમાં પોલીસે હત્યામાં સંડોવાયેલા તેના મિત્રની ધરપકડ કરી હતી. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આરોપીએ મૃતક લોકડાઉનમાં તેની પાસેથી ઉછીના લીધેલા રૂપિયા એક હજાર પરત આપવાની ના પાડી ઉપરથી કપડા કાઢી નગ્ન થઈ જે થાય તે કરી લેવાની ધમકી આપતા ઉશ્કેરાઈને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

અર્ધનગ્ન લાશ મળી આવી હતી…
અમરોલી વિસ્તારાં આવેલી અંજની ઈન્ડસ્ટ્રીઝમાંથી ગત તા 12મીના રોજ 35થી 40 વર્ષના અજાણ્યાની હત્યા કરાયેલી અર્ધનગ્ન લાશ મળી આવી હતી. બનાવની જાણ થતા અમરોલી પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ શરુ કરી હતી. જેમાં મૃતકની ઓળખ કલ્પનાથ યાદવ (ઉ.વ.40) તરીકે થઈ હતી. પોલીસે સીસીટીવીના આધારે કલ્પનાથની હત્યામાં સંડોવાયેલા તેના જ મિત્ર કુન્નુકુમાર મહેશકુમાર પરીડા (ઉ.વ.28) ની ધરપકડ કરી હતી.

બંને વચ્ચે બોલાચાલી થઈ હતી…
પોલીસે કુન્નુકુમારની પ્રાથમિક પૂછપરછમાં મૃતક કલ્પનાથ યાદવે લોકડાઉનમાં તેની પાસે ઉછીના એક હજાર લીધા હતા. જે પૈસાની અવાર નવાર માંગણી કરતા છતાં કલ્પનાથ આપતો ન હતો. બનાવના દિવસે પણ પૈસાની માંગણી કરતા કલ્પનાથે પેન્ટ કાઢી નગ્ન થઈ જે થાય તે કરી લેવાની ધમકી આપતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં કુન્નુકુમારે ઉશ્કેરાઈને હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here