સુરતમાં દીકરી બની પિતાની તારણહાર, કર્યું પોતાના 60 ટકા લીવરનું દાન

0
22

આજે અમે એવી દીકરી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ કે, જે દીકરીએ એક પુત્ર પણ ન કરી શકે તેવું કામ કરીને બતાવ્યું છે. ખરેખર દીકરો પિતાનો આધાર કહેવાય છે, પરંતુ સુરતમાં એક દીકરી તેના પિતાનો આધાર બની છે. આ દીકરીની પાસેથી સમાજે પ્રેરણા લેવી જોઈએ.

સુરતમાં રહેતા 48 વર્ષના પ્રદીપ મોરે નામના વ્યક્તિને લીવરમાં ઇન્ફેકશન હતું. તેમને લીવરના ઇન્ફેકશનને દૂર કરવા માટે ઘણી સારવાર કરાવી પરંતુ છેવટે લીવરનું ટ્રાન્સપ્લાન્ટ કરાવવું એ એક જ ઉપાય બાકી રહ્યો. તપાસ બાદ ડૉક્ટરોએ સલાહ આપી કે લોહીના સંબંધ ધરાવતા વ્યક્તિ તેમને લીવર દાન કરી શકે છે. ડૉક્ટરની આ વાત સાંભળીને પ્રદીપ મોરેના બહેન તેમને લીવર આપવા તૈયાર થઇ ગયા, પરંતુ બહેનની ઉંમર વધુ હોવાના કારણે ડૉકટરોએ તેમનું લીવર નહીં લેવા માટે જણાવ્યું હતું. બહેન પછી પરિવારના કોઈ સભ્યો પ્રદીપ મોરેને લીવર આપવા આગળ નહીં આવતા પિતાના દુઃખમાં ભાગીદાર બનવા માટે ડૉક્ટરનો અભ્યાસ કરી રહેલી આયુષીએ પોતાના ભવિષ્યનો પણ વિચાર કર્યા વગર પિતાને તેનું 60% લીવર દાન કરવા માટેની તૈયારી બતાવી હતી.

આયુષીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, મારા જન્મ વખતે મારા પિતા ખૂબ ખુશ હતા. એટલે મને પણ એમની માટે કંઈ કરવાનું મન થયું એટલે એમને ફરી એક વાર ખુશ જોવા મેં આ કાર્ય કર્યું છે.

અયુશીની માતાએ જણાવ્યું હતું કે, દીકરીએ તેના ભવિષ્યનો વિચાર કર્યો નથી અને તેણે પોતાના લીવરનું દાન કયું છે. મારી દીકરીએ એક છોકરાનું કામ કર્યું છે. મારા પતિને બચાવવામાં લીવરનું જ મહત્ત્વ હતું બાકી પૈસો પણ કંઈ કામ ન આવત. અમારી દીકરી પર અમને ખૂબ ગર્વ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here