સુશાંત કેસમાં CBIએ પણ સુપ્રીમ કોર્ટમાં આપ્યો જવાબ, મુંબઈ પોલીસ વિશે કહી આ વાત

0
10

સુશાંત સિંહ રાજપૂતના કિસ્સામાં સુપ્રીમ કોર્ટે હવે તમામ પક્ષકારોના રિપોર્ટ માગ્યા છે. સુશાંતના વકીલે બિહાર પોલીસની તરફેણ કરી હતી જયારે મહારાષ્ટ્ર સરકાર અને સીબીઆઈએ પોતાનો રિપોર્ટ આપ્યો હતો.

મહારાષ્ટ્ર સરકારે પટણામાં નોંધાયેલી એફઆઈઆરને ગેરકાયદેસર અને દૂષિત ગણીવી હતી. સીબીઆઈએ કહ્યું હતું કે મુંબઈ પોલીસે 56 સાક્ષીઓનાં નિવેદનોને કાનૂની સહાયતાના રૂપમાં રેકોર્ડ કરવું, કોઈ ‘કેસ’ મુંબઈમાં દાખલ નથી, તેથી ત્યાં ટ્રાન્સફર કરવાનો કોઈ સવાલ જ નથી. તેથી સુપ્રીમ કોર્ટે સીબીઆઈ અને ઇડીને તેમની તપાસ ચાલુ રાખવા દેવી જોઈએ.

સુશાંતના પિતા તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ

સુશાંતના પિતા તરફથી સુપ્રીમ કોર્ટમાં જવાબ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં મુંબઈ પોલીસની તપાસ અંગે સવાલ ઉઠાવતા આ કેસ સીબીઆઈને સોંપવા માટેની વિનંતી કરવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે પટણા પોલીસ એફઆઇઆર નોંધ્યા બાદ દસ લોકોની પૂછપરછ કરી ચૂકી છે જ્યારે મુંબઈ પોલીસે હજી સુધી એફઆઈઆર પણ દાખલ કરી નથી.

સુશાંતના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા પછી પણ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી ન હતી

પટણામાં એફઆઈઆર નોંધાઈ હોવાના મુદ્દે અહીં એમ કહેવામાં આવ્યું કે તપાસના પ્રારંભિક સમયમાં પોલીસના અધિકારક્ષેત્રનો મુદ્દો ઉભો થતો નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે મુંબઈ પોલીસની તપાસમાં તેમને સંપૂર્ણ વિશ્વાસ નથી. સુશાંતના મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કર્યા પછી પણ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી ન હતી. સુશાંતના પિતાએ કહ્યું કે પટણા પોલીસને એફઆઈઆર નોંધવાનો પૂરો કાનૂની અધિકાર છે. આ મામલો પટણા પોલીસથી સીબીઆઈને સોંપવો એકદમ સાચો અને સંબંધિત છે.

તેમણે ઉમેર્યું કે મુંબઈ પોલીસે ઘટનાના ચાર દિવસ બાદ આ મામલે રિયાની પૂછપરછ કરી હતી. આ સમય દરમિયાન તેને પુરાવાનો નાશ કરવા અને સાક્ષીઓને પ્રભાવિત કરવાની તક આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here