સુશાંત કેસમાં પોલીસે ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને પાઠવ્યું સમન

0
0

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસે બોલિવૂડનાં જાણીતા ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની પૂછપરછ કરવા માટે તેમને સમન્સ પાઠવ્યા છે. આવનરા એક બે દિવસમાં આ મામલે સંજય લીલા ભણસાલી મુંબઇ પોલીસ સમક્ષ હાજર થશે.

સુશાંત સિંહ રાજપૂત આપઘાત કેસમાં મુંબઈ પોલીસ સતત તપાસ કરી રહી છે અને આપઘાતના કારણો જાણવા માટે પ્રયત્ન કરી રહી છે. મુંબઈ પોલીસે અત્યાર સુધી કુલ 28 લોકોથી પૂછપરછ કરી છે ત્યારે હવે બાંદ્રા પોલીસે ફિલ્મ ડાયરેક્ટર સંજય લીલા ભણસાલીને સમન મોકલ્યું છે. પોલીસે સુશાંત સિંહ કેસમાં પૂછપરછ કરવા માટે બોલાવ્યા છે.

સુશાંતને સંજય લીલા ભણસાલીએ સુપરહિટ ફિલ્મ ગોલિયો કી રાસલીલા રામ-લીલા ઓફર કરવામાં આવી હતી અને તે બાદ ફિલ્મમાંથી હટાવી દેવામાં આવ્યો હતો. તે સમયે કહેવામાં આવ્યું હતું કે વાયઆરએફ સાથે જોડાણના કારણે તેમણે સુશાંત સાઈન કર્યો ન હતો.

એક બીજી ફિલ્મ બાજીરાવ મસ્તાની માટે પણ સુશાંત સિંહ પહેલી પસંદ હતા, જોકે તે બાદ તેઓ આ ફિલ્મમાં કામ ન કરી શક્યા. તે સમયે એમ કહેવામાં આવ્યું કે સુશાંત યશરાજ ફિલ્મ્સની પાની પર કામ કરી રહ્યા છે, હવે સુશાંત સિંહ આપઘાત કેસમાં પોલીસ જાણવા માંગે છે કે આખરે સુશાંતે મોટી ફિલ્મો કેમ છોડવી પડી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here