વિધાનસભા : રાજ્યની 33 જિલ્લા પંચાયતમાં 55 ટકા જગ્યાઓ ખાલી

0
10

ગાંધીનગર: રાજ્યની 33 જિલ્લા પંચાયતમાં 55 ટકા ખાલી જગ્યા હોવાનું વિધાનસભામાં કોંગ્રેસના વિવિધ ધારાસભ્યો દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં બહાર આવ્યું હતું. ગુજરાતની 33 જિલ્લા પંચાયતમાં મંજૂર મહેકમ પ્રમાણે 7465 કર્મચારીઓ જોઇએ છે. જેની સામે 3684 જગ્યાઓ ભરાયેલી છે અને 3901 જેટલી જગ્યા એટલે કે 55 ટકા જગ્યા ખાલી છે. આવા સંજોગોમાં પંચાયતની કામગીરી વિલંબિત થતી હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો.

કોંગ્રેસે એવો આક્ષેપ કર્યો હતો કે, સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ લોકોના કામ કરવા માટે મહત્વની ભુમિકા ભજવતી હોય છે, આવી સ્થિતિમાં 55 ટકા ખાલી જગ્યાથી લોકોપયોગી કાર્ય ખોરવાય છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here