પતિના વિરહમાં પત્નીએ આપ્યો જીવ

0
5

મધ્યપ્રદેશમાં 35 દિવસ અગાઉ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાગર પાસે સર્જાયેલી એક ગોઝારી ઘટનામાં નજર સામે જ પતિને કારમાં જીવતો સળગીને મૃત્યુ પામતા જોયા બાદ પત્ની આ આઘાત સહન નહીં કરી શકતાં પોતાને ફાંસી પર લટકાવી જીવનનો અંત લાવી દીધો છે.

મળતી માહિતી પ્રમાણે, રિઝવાના ખાન (32 વર્ષ) હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ શાહગઢમાં પિતા લિયાકત ખાનના ઘરે રહેતી હતી. શુક્રવારે સવારે રિઝવાનાને ઊંઘમાંથી જાગી તૈયાર થવાનું પરિવારે કહ્યું હતું, પણ ઘણો સમય પસાર થઈ જવા છતાં રિઝવાના રૂમની બહાર આવી ન હતી, જ્યારે પરિવારે રૂમમાં જઈ તપાસ કરી તો ત્યાંનું દૃશ્ય કંઈક અલગ જ હતું. રિઝવાના ફાંસી પર લટકતી હતી. પરિવારે પોલીસને માહિતી આપી હતી. શાહગઢ પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું.

પિતા લિયાકત ખાને જણાવ્યું કે રિઝવાનાના લગ્ન લગભગ 6 વર્ષ અગાઉ ગામ કાજી ટિકમગઢના સાજીદ ખાન (36 વર્ષ) સાથે થયા હતા. એક મહિના અગાઉ સાજીદ અને રિઝવાના કારમાં ઘર તરફ આવી રહ્યાં હતાં. ત્યારે કાર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. આ ઘટનામાં કારમાં આગ લાગી અને સાજીદ જીવતો સળગી ગયો હતો. આ સંજોગોમાં રિઝવાના ગંભીર રીતે દાઝી ગઈ હતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. કેટલાક દિવસ બાદ તેને હોસ્પિટલમાંથી રજા મળી હતી. રિઝવાના દરરોજ તેના પતિનો ફોટો જોઈ સતત રડતી હતી.

35 દિવસ અગાઉ દુર્ઘટનામાં પતિનું મોત થયું હતું

30 એપ્રિલના રોજ સાગરના બહેરિયા પોલીસ સ્ટેશનમાં સાઈખેડાથી લિધૌરા વચ્ચે કાર અનિયંત્રિત થઈ ડિવાઈડર પર ચડી ગઈ અને આગ લાગી હતી. આ ઘટનામાં કારમાં સવાર સાજીદ ખાનનું સળગી જવાથી મોત થયું હતું. પત્ની રિઝવાના ખાન પોતાની નજર સામે જ પતિને સળગીને મૃત્યુ પામતા જોયો હતો, આ આઘાતમાંથી તે બહાર નીકળી શકી નહીં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here