ગાંધીનગર :એ.ડી.સેસન્સ કોર્ટ : 2 વર્ષ અગાઉ થયેલ હત્યા ના કેસમાં 1 શખ્સને 5 વર્ષની સજા અને 3 શખ્સોને 2 વર્ષની સજા

0
21

દહેગામ : રામેશ્વર સોસાયટીમા બે વર્ષ અગાઉ અકબરભાઈની દીકરીને પરેશાન કરવાની બાબતમા પિતાએ સામનો કરતા પિતા મોતને ઘાટે ઉતરતા ગાંધીનગર એડી સેસન્સ કોર્ટે એક શખ્સને પાંચ વર્ષની કેદની સજા અને ત્રણ આરોપીઓને બે વર્ષની સજાના હુકમો કર્યા.

ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમા આવેલ રામેશ્વર સોસાયટીમા રહેતા હસદભાઈ ઉર્ફે અકબરભાઈ કરીબભાઈ મનસુરીની દીકરીને પરેશાન કરવાની બાબતમા તેમની બાજુમા રહેતા સીરાજ મહમદ બાબુભાઈ શેખ, (૨) મહમદ જુનેદ મહમદ શેખ, (૩) હુસન મુબારક ઉર્ફે સીરાજ શેખ, (૪) સાઈદ મહમદ સીરાજ મહમદ શેખને ઠપકો આપ્યો હતો તેથી આરોપીઓ ઉસ્કેરાઈ જઈને અકબરભાઈની પત્ની મીનાબેન અને પ્રવીણ અને ફીરોજભાઈને મનફાવે તેવી ગાળો બોલી હસનભાઈ (અકબરભાઈ) અને તેમની સાથે મારામારી કરી હુમલો કરતા અકબરભાઈનુ મોત થવા પામ્યુ હતુ. તેના સંદર્ભે દહેગામ પોલીસ મથકમા હત્યાની ફરીયાદ નોધાવા પામી હતી આ કેસ ગાંધીનગર એડી સેસન્સ કોર્ટમા ચાલી જતા આરોપી હુસન મુબારક ઉર્ફે મુબારક સીલાજ મહમદ શેખને આઈપીસી કલમ ૩૦૪ ભાગ ૨ ના ગુનામા કસુરવાર ઠેરવી ૫ પાંચ વર્ષની સખદ કેદની સજા ફટકારી છે અને અન્ય ત્રણ આરોપીને આઈપીસી કલમ ૩૫૪ ના ગુનામા બે વર્ષની સજા ફટકરવાના હુકમો કર્યા છે.

  • દહેગામ ખાતે આવેલ રામેશ્વર સોસાયટીમા બે વર્ષ અગાઉ અકબરભાઈની દીકરીને પરેશાન કરવાની બાબતમા પિતાએ સામનો કરતા પિતા મોતને ઘાટે ઉતરતા ગાંધીનગર એડી સેસન્સ કોર્ટે એક શખ્સને પાંચ વર્ષની કેદની સજા અને ત્રણ આરોપીઓને બે વર્ષની સજાના હુકમો કર્યા.
  • દહેગામ રામેશ્વર સોસાયટીમા રહેતા અકબરભાઈના ઘરમા બે વર્ષ અગાઉ થયેલા ઝઘડામા અકબરભાઈને મોતને ઘાટે ઉતારનાર શખ્સોને કોર્ટે સજા ફટકારી છે.

 

રિપોર્ટર : અગરસિંહ ચૌહાણ, CN24NEWS, દહેગામ, ગાંધીનગર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here