હળવદ : મોડાસા તાલુકાના સાયરા ગામની ઘટનામાં આરોપીઓને ફાંસી આપોના નારા ગુંજયા

0
28
હળવદના મુખ્ય રસ્તાઓ પર રેલી યોજાઈ. મોટી સંખ્યામાં લોકો કેન્ડલમાં જોડાયા.  ભાવભીની આંખે મૃતક યુવતીની આત્માને શ્રધ્ધાંજલિ અપાઈ.
મોડાસાની ઘટનાના પગલે મૃતક યુવતીને ન્યાય અપાવવા તાલુકા, જિલ્લા મથકે આવેદનપત્રો આપી કેન્ડલ માર્ચ યોજવામાં આવી રહ્યા છે. ત્યારે આજે આ ઘટનાને પગલે હળવદ અનુસુચિત જાતિ દ્વારા શહેરમાં આવેલ ડો.બાબા સાહેબ આંબેડકનગરથી શહેરના મુખ્ય રસ્તાઓ પર કેન્ડલ માર્ચ યોજી “જસ્ટ ફોર જસ્ટીસ”, “આરોપીને ફાંસી આપો”ના નારા સાથે ન્યાય અપાવવા માંગ કરી હતી.
અવરલ્લી જિલ્લાના મોડાસા તાલુકામાં આવેલ સાયરા ગામની યુવતી પર દુષ્કર્મ, હત્યા મામલે સમગ્ર રાજયમાં ન્યાય અપાવવા વિરોધનો વંટોળ ફુંકાયો છે. ત્યારે આજે હળવદ શહેરના આંબેડકનગરથી સરા ચોક થઈ ડો.બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધી રેલી યોજવામાં આવી હતી. ઉપરાંત તાલુકાના અનુસુચિત જાતિ દ્વારા કેન્ડલ માર્ચ યોજી “જસ્ટ ફોર જસ્ટીસ”, “આરોપીને ફાંસી આપો”ના નારા સાથે લોકોમાં ભારે આક્રોશ જાવા મળ્યો હતો. ત્યારે દુષ્કર્મ અને હત્યાનો ભોગ બનનાર યુવતીની આત્માને બે મિનિટ મૌન પાળી ભાવભીની આંખે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. તો સાથે જ આ ઘટનાના આરોપીઓને ફાંસીની સજા આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. આંબેડકરનગરથી શરૂ થયેલ કેન્ડલ માર્ચ દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ સહિત અનુ.જાતિના આગેવાનો જાડાયા હતા.
રિપોર્ટર : રોહિત પટેલ, CN24NEWS, હળવદ, મોરબી 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here