પર્સનલ ફાઈનાન્સ : કોરોના ક્રાઈસિસમાં જન-ધન ખાતાધારકોને પૈસાની જરૂર હોય તો ખાતામાંથી લોન લઈ શકે છે, 5000 રૂપિયાની ઓવરડ્રાફ્ટ સુવિધા મળે છે

0
0

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબોને બેંક સાથે જોડવા માટે જન ધન યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના અંતર્ગત ઘણા પ્રકારના લાભ ગરીબોને મળે છે. જેમાં 5000 રૂપિયા સુધીના ઓવરડ્રાફ્ટની પણ સુવિધા સામેલ છે. એટલે કે જ્યારે પણ જરૂરી હોય ત્યારે તમે તમારા જન ધન ખાતામાંથી લોન તરીકે 5000 રૂપિયા ઉપાડી શકો છો.

આધાર કાર્ડ જરૂરી છે

આ સુવિધાનો લાભ લેવા માટે સૌથી જરૂરી છે કે તેના માટે બેંક અકાઉન્ટની સાથે તમારું આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. તે ઉપરાંત તે પણ જરૂરી છે કે, છેલ્લા 6 મહિનાથી તેને પોતાનું અકાઉન્ટ મેન્ટેઈન કર્યું હોવું જોઈએ. એટલે કે, આ દરમિયાન તેને સમયાંતરે પોતાના અકાઉન્ટમાંથી લેવડ-દેવડ કરી હોય. ઓવરડ્રાફ્ટની સુવિધાનો લાભ ત્યારે મેળવી શકયા છે જ્યારે તમારા અકાઉન્ટમાં પૈસા ન હોય. જો કે, તેના પર વ્યાજ લેવામાં આવે છે. આ સુવિધાનો લાભ લેવા માટે તમારે બેંકમાં જવું પડશે.

જન-ધન ખાતા પર મળે છે 1 લાખનો અકસ્માત વીમો

રૂપે ડેબિટ કાર્ડ પર તમને 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળે છે, જેના માટે તમારે મિનિમમ બેલેન્સ રાખવા જેવી શરતો પૂરી કરવાની જરૂર નથી. તે ઉપરાંત તમને 30 હજાર રૂપિયાના વધારાના વીમાનો લાભ મળે છે. આ રીતે ખાતાધારકના મૃત્યુના કેસમાં 1.3 લાખ રૂપિયા સુધીનો ક્લેમ કરી શકાય છે.

કોઈપણ બેંકમાં ખોલાવી શકાય છે જનધન ખાતુ

કોઈપણ સરકારી બેંકમાં જન-ધન યોજના ખાતુ ખોલવા માટે ફોર્મ મળે છે. બેંક દ્વારા આપવામાં આવેલા ફોર્મમાં અરજદારનું પૂરું નામ, ફોટો, વૈવાહિક દરજ્જો, સરનામું, ફોન નંબર, વ્યવસાય / રોજગાર  અને વાર્ષિક આવક, આશ્રિતોની સંખ્યા અને પહેલેથી જ બેંક ખાતુ હોય તો તેની જાણકારી આપવાની હોય છે. જો તમારી પાસે આધાર કાર્ડ છે તો આઈડી પ્રૂફ માટે અન્ય પુરાવા આપવાની જરૂર નથી. આધાર કાર્ડ ન હોવાની સ્થિતિમાં તમારે ઓળખ અને સરનામાનો પુરાવો આપવો પડશે. જન ધન યોજના અંતર્ગત 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકો ખાતુ ખોલાવી શકે છે.

2014માં શરૂ થઈ હતી યોજના

જનધન યોજના ઓગસ્ટ 2014માં શરૂ કરવામાં આવી હતી. ત્યારે આ યોજનાને માત્ર 4 વર્ષ માટે શરૂ કરવામાં આવી હતી. સામાન્ય જનતાને બેંક સાથે જોડવા અને તેમને વીમા અને પેન્શન જેની નાણાકીય સેવાઓ પ્રદાન કરવા માટે તેની શરૂઆત કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here