કોરોના દેશમાં : શનિવારે કોરોનાના 1 લાખ 14 હજાર 415 કેસ પ્રકાશમાં આવ્યા; 9.42 લાખ એક્ટિવ કેસ ઓછા

0
2

દેશમાં શનિવારે કોરોનાના 1 લાખ 14 હજાર 415 કેસ પ્રકાશમાં આવ્યા છે. તે છેલ્લા 61 દિવસમાં એક દિવસમાં મળેલા સંક્રમિતોના સૌથી ઓછા આંકડા છે. આ પહેલા 5 એપ્રિલે 96573 કેસ આવ્યા હતા. અહીં છેલ્લા 24 કલાકમાં 2681 દર્દીઓના મૃત્યુ થયા અને 1 લાખ 89 હજાર 89 લોકોએ કોરોનાને હરાવ્યો છે.

આ રીતે એક્ટિવ કેસ એટલે કે સારાવાર કરી રહેલા દર્દીઓની સંખ્યામાં 77402નો ઘટાડો નોંધાયો છે. છેલ્લા 10 દિવસની વાત કરવામાં આવે તો એક્ટિવ કેસમાં 9 લાખ 42 હજાર 424નો રેકોર્ડ ઘટાડો નોંધાયો અને 14 એપ્રિલ પછી પ્રથમ વખત એક્ટિવ કેસનો આંકડો 15 લાખની નીચે આવી ગયો છે.

દેશમાં કોરોનાના મહામારી આંકડામાં

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 1.14 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 1.89 લાખ
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 2681
  • અત્યાર સુધીમાં કુલ સંક્રમિત થઈ ચૂક્યાઃ 2.88 કરોડ
  • અત્યાર સુધીમાં સાજા થયાઃ 2.69 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુઃ 3.46 લાખ
  • હાલ સારવાર કરી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 14.73 લાખ

15 રાજ્યોમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશના 15 રાજ્યોમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. તેમાં હિમાચલ પ્રદેશ, દિલ્હી, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાના, પશ્ચિમ બંગાળ અને પુડુચેરી સામેલ છે. અહીં ગત લોકડાઉન જેવા જ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

17 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન
દેશના 17 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. એટલે કે અહીં પ્રતિબંધો તો છે પરંતુ છુટ પણ છે. તેમાં રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેધાલય, નાગલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુર, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

અપડેટ્સ
તમિલનાડુ સરકારે રાજ્યમાં લાગેલુ લોકડાઉન એક સપ્તાહ માટે વધારી દીધુ છે. હવે તે 14 જુન સવારના 6 વાગ્યા સુધી લાગુ રહેશે. મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉનમાં ઢીલની જાહેરાત પણ કરવામાં આવી છે. સરકારે ચેન્નાઈમાં પ્રતિબંધોમાં વધુ છુટ આપવાની જાહેરાત કરી છે. તમામ જિલ્લાઓમાં પહેલેથી જે ચીજની પરવાનગી હતી, તે ચાલુ રહેશે.

અગ્રણી રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર
અહીં શનિવારે 13659 લોકો સંક્રમિત થયા છે. 21776 લોકો સાજા થયા અને 741 લોકોના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં રાજ્યમાં 58.19 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાં 55.28 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 99512 લોકોના મૃત્યુ થયા છે. 1.88 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે.

2. છત્તીસગઢ
રાજ્યમાં શનિવારે 1356 લોકો કોરોના પોઝિટિવ આવ્યા હતા. 3408 લોકો સાજા થયા અને 30ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 9.79 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાં 9.41 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 13192 લોકોના મૃત્યુ થયા છે. 24895 દર્દીઓ એવા છે, જેની સારવાર ચાલી રહી છે.

3. ગુજરાત
રાજ્યમાં શનિવારે 996 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 3004 લોકો સાજા થયા અને 15ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 8.15 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 7.85 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 9921 દર્દીઓના મૃત્યુ થયા છે. અહીં 20087 લોકોની સારવાર ચાલી રહી છે.

4. ઉત્તરપ્રદેશ
અહીં શનિવારે 1028 લોકો સંક્રમિત થયા છે. 4346 લોકો સાજા થયા અને 120 લોકોના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 16.97 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 16.56 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 21151 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. અહીં 19438 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
અહીં શુક્રવારે 942 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે. 3408 લોકો સાજા થયા અને 30ના મૃત્યુ થયા છે. અત્યાર સુધીમાં 9.45 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 9.15 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 8631 દર્દીઓના મૃત્યુ થયા છે. હાલ 21550 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

6. મધ્યપ્રદેશ
રાજ્યમાં શનિવારે 718 લોકો કોરોન પોઝિટિવ આવ્યા. 2225 લોકો સાજા થયા અને 38ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 7.84 લાખ લોકો સંક્રમિત થયા છે. તેમાં 7.64 લાખ લોકો સંક્રમિત થયા છે, જ્યારે 8295 લોકોના મૃત્ય થયા છે. 11344 દર્દીઓ એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

7. દિલ્હી
દિલ્હીમાં શનિવારે 414 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 1683 લોક સાજા થયા અને 60ના મૃત્યુ થયા. અત્યાર સુધીમાં 14.28 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાં 13.97 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે. જ્યારે 24557 દર્દીઓના મૃત્યુ થયા છે. અહીં 6731 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here