કોરોના દેશમાં : 24 કલાકમાં 3 લાખ 62 હજાર 389 નવા દર્દીઓ નોંધાયા

0
6

દેશમાં કોરોનાના કેસમાં છેલ્લા 24 કલાકમાં થોડો વધારો નોંધાયો છે. બુધવારે 3 લાખ 62 હજાર 389 નવા દર્દીઓ નોંધાયા હતા, 3 લાખ 51 હજાર 740 લોકો સાજા થયા હતા. છેલ્લા બે દિવસથી 3.50 લાખથી પણ ઓછા કેસ આવી રહ્યા હતા અને એ કરતાં વધુ લોકો સાજા થયા હતા. ગઇ કાલે દેશમાં 4,127 લોકોનાં મોત થયાં. આ સતત બીજો દિવસ છે, જ્યારે કોરોનાને કારણે 4 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે.

દેશમાં અત્યારસુધીમાં 2.37 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવી ચૂક્યા છે. આ જ રીતે કુલ 1.97 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં સરેરાશ 3 લાખથી વધુ લોકો સ્વસ્થ થઈ રહ્યા છે, તેથી આજે આ આંકડો 2 કરોડને પાર થઈ જશે. હાલમાં કુલ 37.06 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે.

દેશમાં કોરોના મહામારીના આંકડા

છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 3.62 લાખ

છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 4,127

છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 3.51 લાખ

અત્યારસુધીમાં કુલ કેસ: 2.37 કરોડ

અત્યારસુધી સાજા થયા: 1.97 કરોડ

અત્યારસુધીમાં કુલ મૃત્યુ: 2.57 લાખ

હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 37.22 લાખ

18 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો

દેશનાં 18 રાજ્યોમાં સંપૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં હિમાચલ પ્રદેશ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ, મિઝોરમ, ગોવા, તેલંગાણા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અગાઉના લોકડાઉનની જેવા જ કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે.

14 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન

દેશનાં 14 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે, એટલે કે અહીં પ્રતિબંધો છે, પણ છૂટ પણ છે. આમાં પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ અને ગુજરાત સામેલ છે.

કોરોનાં અપડેટ્સ

  • સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે બુધવારે કોરોના પોઝિટિવ થયા હતા. તેના સ્ટાફના એક કર્મચારીને પહેલા સંક્રમણ લાગ્યું હતું. જસ્ટિસ ચંદ્રચૂડ સતત ઘણા મહત્ત્વના કેસોની સુનાવણી કરી રહ્યા છે, જેમાં ચૂંટણી, કુંભ અને ઓક્સિજન સપ્લાઇ જેવા કેસો સામેલ છે. તેમણે સોમવારે પણ સુનાવણી કરી હતી.
  • બુધવારે મહારાષ્ટ્રમાં લોકડાઉન લંબાવવા પર દબાણ કરવા કેબિનેટની બેઠક મળી હતી, જેમાં આરોગ્ય વિભાગ અને મંત્રીઓએ લોકડાઉન 15 દિવસ વધારવાની દરખાસ્ત કરી હતી. આરોગ્યમંત્રી રાજેશ ટોપે બેઠક બાદ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આ અંગે અંતિમ નિર્ણય લેશે.
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા અને પુરવઠાની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. એમાં જણાવાયું છે કે સરકાર કોરોના ઉપરાંત મ્યૂકોરમાઈકોસિસની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી દવાઓના સપ્લાઇ પર પણ નજર રાખી રહી છે.

મુખ્ય રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર
બુધવારે 46,781 લોકોને સંક્રમણ લાગ્યું હતુ. 58,805 લોકો સાજા થયા અને 816 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 52.26 લાખ લોકો સંક્રમણથી અસરગ્રસ્ત થયા છે. આમાંથી 46 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 78,007 લોકો મૃત્યુ પામ્યા છે. 5.46 લાખ દર્દીઓ હાલમાં સારવાર લઈ રહ્યા છે.

2. ઉત્તરપ્રદેશ
મંગળવારે 20,445 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 29,358 લોકો સાજા થયા અને 301 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 15.45 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી, 13.13 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 16,043 દર્દીએ જીવ ગુમાવ્યો હતો. અહીં 2.16 લાખ દર્દીની સારવાર કરવામાં આવી રહી છે.

3. દિલ્હી
દિલ્હીમાં બુધવારે 13,287 લોકો કોરોના પોઝિટિવ જોવા મળ્યા. 14,071 લોકો સાજા થયા અને 300 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 13.61 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 12.58 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 20,310 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 82,725ની સારવાર કરવામાં આવી રહી છે.

4. છત્તીસગઢ
બુધવારે 10,150 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 9,035 લોકો સ્વસ્થ થયા અને 153 લોકો મૃત્યુ પામ્યા. રાજ્યમાં અત્યારસુધીમાં 8.83 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 7.49 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 11,094 દર્દી મૃત્યુ પામ્યા છે. 1.22 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

5. ગુજરાત
રાજ્યમાં બુધવારે 11,017 લોકો પોઝિટિવ સામે આવ્યા હતા. 15,264 લોકો સ્વસ્થ થયા અને 102 લોકો મૃત્યુ પામ્યા. આજ સુધીમાં 7.03 લાખ લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 5.63 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8,629 દર્દી મૃત્યુ પામ્યા છે. અહીં 1.31 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.

6. મધ્યપ્રદેશ
​​​​​​​બુધવારે રાજ્યના 8,970 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. 10,324 લોકો સાજા થયા અને 84 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 7 લાખ લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 5.83 લાખ લોકો સાજા થયા છે, જ્યારે 6,679 લોકોનાં મોત નીપજ્યાં છે. અહીં 1.09 લાખ દર્દી સારવાર લઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here