Saturday, September 18, 2021
Homeકોરોના દેશમાં : છેલ્લા 24 કલાકમાં 43,654 કેસ નોંધાયા, 640ના મોત થયા
Array

કોરોના દેશમાં : છેલ્લા 24 કલાકમાં 43,654 કેસ નોંધાયા, 640ના મોત થયા

ભારતમાં કોરોનાની બીજી લહેર જારી છે અને દેશમાં હજી પણ લગભગ 40 હજાર જેટલા કેસ આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 43,654 કેસ નોંધાયા છે અને 640ના મોત થયા છે. તેમા સૌથી વધુ કેસ કેરળમાં નોંધાયા છે. કુલ કેસમાં 50 ટકા કેસ કેરળના છે. આ ઉપરાંત પૂર્વોત્તર રાજ્યોમાં કેસ વધી રહ્યા છે.

આ સાથે ભારતમાં કોરોનાના ચેપગ્રસ્તોની કુલ સંખ્યા 3,14,97,650 થઈ છે. તેમા 4,22,000ના મોત કોરોનાથી થયા છે. જ્યારે 3,06,63,150 લોકો કોરોનાથી ઠીક થયા છે. આ ઉપરાંત દેશમાં સારવાર થઈ રહી હોય તેવા લોકોની સંખ્યા લગભગ ચાર લાખ છે,

છેલ્લા 24 કલાકમાં આવેલા કેસમાં 65 ટકા ઉપરના કેસ સાત રાજ્યોમાંથી જ આવ્યા છે. આ રાજ્યો છે કેરળ, મિઝોરમ, મણિપુર, આસામ, મેઘાલય, ત્રિપુરા, કેરળ અને સિક્કીમ.  કેરળમમાંથી 22,149, મિઝોરમમાંથી 1,845 મણિપુરમાંથી 1,165, આસામમાંથી 1,436, મેઘાલયમાંથી 710, ત્રિપુરામાંથી 819 અને સિક્કીમમાંથી 440 નવા કેસ આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં કોરોનાથી થયેલા મૃત્યુની વાત કરીએ તો 640 મોતમાં લગભગ 83 ટકા મૃત્યુ પાંચ રાજ્યોમાં થયા છે. આ રાજ્ય છે મહારાષ્ટ્ર, કેરળ, ઓડિશા, કર્ણાટક, તમિલનાડુ અને મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં 254, કેરળમાં 156, ઓડિશામાં 60, કર્ણાટકમાં 32 અને તમિલનાડુમાં 29 દર્દીઓના મોત થયા છે.

આમ કોરોનાથી ચેપના સૌથી વધારે કેસો અને મોતના આંકડા કેરળમાંથી આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કેરળના સાત જિલ્લામાંથી સતત નવા કેસ આવી રહ્યા છે. આ સાત જિલ્લા છે અલાપ્પુઝા, કોટ્ટાયમ, મલપ્પુરમ, ત્રિશૂર, વાયનાડ, અર્નાકુલમ અને પથાનામથિટ્ટા.

આ જ રીતે મણિપુરના પાંચ જિલ્લા ચંદેલ, ચુરાચાંદપુર, ઇમ્ફાલ પૂર્વ, નોની, થોબલમાં કેસ વધી રહ્યા છે. મેઘાલયના ત્રણ જિલ્લા વેસ્ટ ગારો હિલ્સ, સાઉથ વેસ્ટ ખાસી હિલ્સ અને સાઉથ વેસ્ટ ગારો હિલ્સમાં કેસ વધી રહ્યા છે. અરૃણાચલ પ્રદેશના ત્રણ જિલ્લાઓ પાપુમ પારે, લોહિત, પશ્ચિમ સિયાંગમાં પણ ચેપનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે આસામ અને ત્રિપુરાનો એક-એક જિલ્લો સામેલ છે.

જ્યારે બાકી રાજ્યોમાં ચેપમાં ઘટાડો થયો છે. દેશમાં કુલ 46 કરોડ ઉપરાંત ટેસ્ટ કરવામાં આવી ચૂક્યા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 2.30 ટકાની ઉપર છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ 2.50 ટકા જેટલો છે. છેલ્લા 51 દિવસથી દૈનિક પોઝિટિવિટી રેટ પાંચ ટકાથી નીચે જળવાયો છે. દેશમાં કોરોનામાંથી સાજા થવાની ટકાવારી 97.39 ટકા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments