કોરોના દેશમાં : દેશમાં કોરોનાના 50,784 કેસ નોંધાયા, આ દરમિયાન 68,529 લોકો સાજા થયા

0
0

દેશમાં મંગળવારે કોરોનાના 50,784 કેસ નોંધાયા છે. આ દરમિયાન 68,529 લોકો સાજા થયા અને 1359 લોકોનાં મૃત્યુ થયાં. આ રીતે એક્ટિવ કેસ, એટલે કે સારવાર કરવી રહેલા દર્દીઓની સંખ્યામાં 19,122નો ઘટાડો નોંધાયો છે. એની સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 3 કરોડને પાર પહોંચી ગયો છે.

કોરોના કાબૂમાં હોવા છતાં હાલ 9 રાજ્યમાં રોજના એક હજારથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. એમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, તામિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા અને આસામ સામેલ છે. કેરળમાં તો આ આંકડો 12 હજારથી વધુ છે.

દેશમાં કોરોના મહામારી આંકડામાં

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યાઃ 50,784
  • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયાઃ 68,529
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઃ 1359
  • અત્યારસુધીના કુલ સંક્રમિતઃ 3 કરોડ
  • અત્યારસુધીમાં સાજા થયેલાઃ 2.89 કરોડ
  • અત્યારસુધીમાં કુલ મૃત્યુઃ 3 કરોડ
  • અત્યારસુધીમાં સાજા થયાઃ 2.89 કરોડ
  • અત્યારસુધીમાં કુલ મૃત્યુઃ 3.90 લાખ
  • હાલ સારવાર કરાવી રહેલા દર્દીઓની કુલ સંખ્યાઃ 6.38 લાખ

અગ્રણી રાજ્યોની સ્થિતિ
1. મહારાષ્ટ્ર
અહીં મંગળવારે 8470 લોકો સંક્રમિત થયા. 9043 લોકો સાજા થયા અને 482 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 59.87 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 57.42 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 1.18 લાખ લોકોનાં મૃત્યુ થયાં છે. હાલ 1.23 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

2. છત્તીસગઢ
રાજ્યમાં મંગળવારે 482 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 1032 લોકો સાજા થયા અને 7નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 9.91 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાં 9.70 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 13,402 લોકોનાં મૃત્યુ થયાં છે. 8007 દર્દી એવા છે, જેમની સારવાર ચાલી રહી છે.

3. ઉત્તરપ્રદેશ
અહીં મંગળવારે 202 લોકો સંક્રમિત થયા. 397 લોકો સાજા થયા અને 58 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 17.04 લાખથી વધુ લોકો સંક્રમિત થયા છે. એમાંથી 16.78 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 22282 દર્દીએ જીવ ગુમાવ્યો છે. અહીં 3910 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. ગુજરાત
રાજ્યમાં મંગળવારે 135 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 612 લોકો સાજા થયા અને 3નાં મૃત્યુ થયાં. અહીં અત્યારસુધીમાં લગભગ 8.22 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 8.07 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10037 દર્દીનાં મૃત્યુ થયાં છે. અહીં 5159 સંક્રમિતની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન
અહીં મંગળવારે 137 લોકો કોરોના સંક્રમિત થયા. 437 લોકો સાજા થયા અને 3નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 9.51 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 9.40 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8904 દર્દીનાં મૃત્યુ થયાં છે. હાલ 2388 દર્દીની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી
દિલ્હીમાં મંગળવારે 397 લોકો કોરોના પોઝિટિવ આવ્યા. 467 લોકો સાજા થયા અને 8નાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં 14.32 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. તેમાંથી 14.05 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 24933 દર્દીનાં મૃત્યુ થયાં છે. અહીં 1918 દર્દીની સારવાર ચાલી રહી છે.

7. મધ્યપ્રદેશ
અહીં મંગળવારે 65 નવા કેસ પ્રકાશમાં આવ્યા. 318 લોકો સાજા થયા અને 20 લોકોનાં મૃત્યુ થયાં. અત્યારસુધીમાં રાજ્યમાં 7.89 લાખ લોકો સંક્રમણનો ભોગ બન્યા છે. એમાંથી 7.78 લાખ લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 8806 લોકોનાં મૃત્યુ થયાં છે. 1707 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here