Monday, September 20, 2021
Homeકોરોના દેશમાં : કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રાહતના સમાચાર, 24 કલાકમાં...
Array

કોરોના દેશમાં : કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રાહતના સમાચાર, 24 કલાકમાં 29689 કેસ નોંધાયા

દેશમાં કોરોનાની ત્રીજી લહેરના ભય વચ્ચે રાહતના સમાચાર સામે આવ્યા છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર સોમવારે દેશમાં 29,689 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દરમિયાન, 42,363 લોકો સાજા થયા અને 415 દર્દીઓ મૃત્યુ પામ્યા હતા. નવા સંક્રમિતો વિશે વાત કરીએ તો, આ આંકડો છેલ્લા 132 દિવસમાં સૌથી નીચો છે. આ પહેલાં 16 માર્ચે, 28,869 લોકોમાં કોરોનાની પુષ્ટિ થઈ હતી.

જો કે, covid19india.org અનુસાર, ગઇકાલે દેશમાં 30,811 સંક્રમિત મળ્યા હતાં. આ દરમ્યાન 42,497 દર્દીઓ સાજા થયા અને 418 લોકોનાં મોત નીપજ્યાં. આ રીતે એક્ટિવ કેસ એટલે કે, સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં 12,115 નો ઘટાડો થયો છે. 3 દિવસ પછી દેશમાં નવા કેસો કરતા વધુ લોકો સાજા થયા છે. અગાઉ 23, 24 અને 25 જુલાઇએ સાજા થયેલા કરતાં નવા કેસ વધુ આવ્યા હતા.

દેશમાં કોરોના મહામારી આંકડામાં

  • છેલ્લા 24 કલાકમાં કુલ નવા કેસ આવ્યા: 30,811
  • છેલ્લા 24 કલાકમાં કુલ સાજા થયા: 42,497
  • છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુ: 418
  • અત્યાર સુધીમાં કુલ કેસ: 3.14 કરોડ
  • અત્યાર સુધી સાજા થયા: 3.06 કરોડ
  • અત્યાર સુધીમાં કુલ મૃત્યુ: 4.21 લાખ
  • હાલમાં સારવાર લઈ રહેલા દર્દીઓની કુલ સંખ્યા: 3.92 લાખ

8 રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો
દેશનાં 8 રાજ્યમાં પૂર્ણ લોકડાઉન જેવા પ્રતિબંધો છે. એમાં પશ્ચિમ બંગાળ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, તામિલનાડુ, મિઝોરમ, ગોવા અને પુડુચેરીનો સમાવેશ થાય છે. અહીં ગયા લોકડાઉનની જેમ જ કડક નિયંત્રણો લાદવામાં આવ્યાં છે.

23 રાજ્ય/ કેન્દ્રશાસિત કેન્દ્રોમાં આંશિક લોકડાઉન
દેશનાં 23 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આંશિક લોકડાઉન છે. અહીં પ્રતિબંધો સાથે છૂટ પણ છે, જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, બિહાર, દિલ્હી, મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મેઘાલય, નાગાલેન્ડ, આસામ, મણિપુર, ત્રિપુરા, આંધ્રપ્રદેશ અને ગુજરાતનો સમાવેશ થાય છે.

અપડેટ્સ

  • હૈદરાબાદની ચેસ્ટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીના પરિવારે ડોકટર સાથે મારપીટ કરી હતી. તેના વિરોધમાં ડોકટરોએ પ્રદર્શન કર્યું હતું. ડો, પ્રણયે જણાવ્યુ હતું કે દર્દીની તપાસ કરવા માટે ગયેલા ડોકરે તે પૂછ્યું હતું કે દર્દીને બીપીની દવા આપી હતી કે નહીં? આ બાબતે તેઓ ઉશ્કેરાઈ ગયા હતા, અને તેમણે કહ્યું- આ તમારું કામ છે અમારું નહીં. સાથે જ ડોકટરની સાથે મારપીટ પણ કરી હતી.
  • દિલ્હીની ઇન્દ્રપ્રસ્થ એપોલો હોસ્પિટલના અધ્યયનમાં બહાર આવ્યું છે કે કોરોના વેક્સિન મળ્યા બાદ આરોગ્ય કર્મચારીઓમાં સંક્રમણથી બચવાનો દર 97.4% જોવા મળ્યો છે.
  • મહારાષ્ટ્રમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે કોરોના દર્દીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવી રહ્યા છે. NDRFના સહાયક કમાન્ડન્ટ વિક્રમે જણાવ્યું હતું કે સોમવારે એવા જ એક દર્દીને કોલ્હાપુરમાં પૂરગ્રસ્ત શિરોલી વિસ્તારમાંથી બહાર કાઢીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. દર્દીનું ઓક્સિજનનું લેવલ 60 પર પહોંચી ગયું હતું.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments