ડીસા ના પિન્ક સિટીમાં નવીન બનાવેલ ટાંકુ લીકેજ થતા જોખમી હાલતમાં

0
27
સરહદી બનાસકાંઠા જીલ્લામાં આવેલા ડીસા શહેરના પિન્ક સિટીમાં સ્વર્ણિમ ગુજરાત યોજના અંતર્ગત બનેલું પાણીનું ટાંકું  મોતનું ટાંકું બની ગયું છે. આ ટાંકું ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે.
 ડીસા શહેરમાં રાણપુર રોડ પર આવેલી પિન્ક સીટી સોસાયટી અને તેની આસપાસના લોકો અત્યારે ભયના ઓથાર હેઠળ જીવન ગુજારી રહ્યા છે.  તેમના  ભયનું મુખ્ય કારણ છે  ડીસા નગરપાલિકા દ્વારા સ્વર્ણિમ ગુજરાત અંતર્ગત  700 લાખ લીટર  પાણીનું ટાંકું. લીકેજ થયું છે.પાલિકા દ્વારા આ વિસ્તારના લગભગ 10 થી વધુ સોસાયટીમાં પાણીનો પુરવઠો પૂરો પાડવામાં માટે થોડા માસ પહેલા પાણીનું ટાંકું બનાવવામાં આવ્યું હતું. આ પાણીનું ટાંકું વર્ષ ૨૦૧૬ના વર્ષમાં મંજૂર કરવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ આ ટાંકાનું નિર્માણ કાર્ય પૂરું થયું છે. ત્યારે ટાંકાનું નિર્માણ પૂરું થયાને હજુ તો માત્ર ત્રણ માસ જેટલો જ સમય વિત્યો છે અને આ ટાંકાની મજબૂતાઈએ જવાબ આપી દીધો છે.
રહેણાંક વિસ્તારની વચ્ચો વચ્ચ ઉભેલૂ આ ટાંકું અત્યારે ઠેર ઠેરથી લીકેજ થઈ રહ્યું છે અને આ ટાંકામાથી પાણી બહાર આવી રહ્યું છે. માત્ર ત્રણ માસમાં  જર્જરિત બની ગયેલું આ ટાંકું અત્યારે અહીના અનેક પરિવારો માટે મોટું જોખમ ઊભું કરી રહ્યું છે. અને લોકો આ ટાંકાને લઈ ભયભીત બની ગયા છે. આ અંગે સોસાયટીના રહીશોએ પાલિકામાં લેખિત રજુઆત કરી છે.
ડીસા શહેરના પિન્ક સોસાયટી વિસ્તારની આજુબાજુના વિસ્તારમાં વસવાટ કરતાં લોકો માટે મોત બનીને ઉભેલા આ ટાંકા વિષે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર પાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં પાલિકા દ્વારા આ મોતના ટાંકાનું નથી તો સમારકામ કરવામાં આવતું નથી તેને હટાવવામાં આવતું ત્યારે આ અંગે  ડીસા નગરપાલિકાના પ્રમુખે  જણાવ્યું હતું કે   આ જોખમી ટાંકા બનાવનાર કોંટ્રાકટરને જાણ કરી દેવામાં આવી છે અને આગામી ત્રણ દિવસમાં તેનું સમારકામ કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here