Thursday, August 5, 2021
No menu items!
Homeસુરત : લોકડાઉનના ચોથા તબક્કામાં પાંડેસરા અને પીપોદરા જીઆઈડીસીમાં વતન જવાના મુદ્દે...
Array

સુરત : લોકડાઉનના ચોથા તબક્કામાં પાંડેસરા અને પીપોદરા જીઆઈડીસીમાં વતન જવાના મુદ્દે શ્રમિકો રસ્તા પર ઉતર્યા

સુરત. લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થતાં જ વતન જવાના નામે પરપ્રાંતિય શ્રમિકો ધમપછાડા કરી રહ્યાં છે. પાંડેસરા વિસ્તારમાં આવેલા સિધ્ધાર્થનગરમાં જમવાનું ઓછું મળતાં શ્રમિકોએ વતન જવાની માંગ કરી છે તો બીજી તરફ પીપોદરા જીઆઈડીસીમાં પરપ્રાંતિયો રસ્તા પર આવી ગયાં છે. રસ્તા પર આવેલા પરપ્રાંતિય શ્રમિકોએ વતન જવાની માંગ કરી છે. વતન જવાની જીદ કરી રહેલા લોકો અંગે પોલીસને જાણ થતાં જ બન્ને જગ્યાએ જે તે વિસ્તારની પોલીસ પહોંચી છે. પોલીસના અધિકારીઓએ લોકો સાથે સમજાવટથી કામ લઈને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો છે. હાલ લોકોને આશ્વાસન મળતાં પોતાના ઘરમાં જતાં રહ્યાં છે.

પાંડેસરામાં જમાવાના મુદ્દે હોબાળો

પાંડેસરામાં સિદ્ધાર્થનગર  શ્રમિકોએ હાલાકી પડી રહ્યાની રાવ કરતાં નારેબાજી કરી હતી. સિદ્ધાર્થનગરમા રહેતા શ્રમિકોની સંખ્યા અંદાજે 5000 હોવાથી 2,000 હજાર લોકોનું જમવાનું આવતા ઉશ્કેરાહટ ફેલાઈ હતી. સિદ્ધાર્થનગરના શ્રમિકોની માંગ સાથે જમવાનું પૂરું આપો કાં તો અમને અમારા વતન જવા દો તેવા નારા લગાવ્યાંહતાં.શ્રમિકોએ નારા સાથે સરકારને જણાવતા કહ્યું કે, અમને જમવાનું પૂરું પેટ ભરીને આપો કાં તો અમને અમારા વતન જવા દો..સમગ્ર મુદ્દે પોલીસે સમજાવટથી કામ લીધું હતું.

પીપોદરામાં ચક્કાજામનો પ્રયાસ

પીપોદરામાં પરપ્રાંતિય શ્રમિકોની ધીરજ ખૂટી રહી હોય તે રીતે રસ્તા પર ઉતરી આવ્યાં હતાં. પીપોદરા જી.આઈ.ડી.સી ખાતે શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો વતન જવાની માંગ સાથે શ્રમિકો રસ્તે ઉતરી આવ્યા હતા અને રોડ ચક્કાજામ કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને શ્રમિકોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો આ ઘટનામાં કેટલાક લોકોની પોલીસે અટકાયત પણ કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments