કોરોના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું

0
4

પહેલા નંબરે અમેરિકા અને બીજા નંબરે બ્રાઝિલ બાદ રશિયાનો નંબર હતો પરંતુ હવે રશિયાને પછાડીને ભારત આ યાદીમાં ત્રીજા નંબરે છે. 

દેશમાં કોરોનાની મહામારી દિવસેને દિવસે વધુ ફેલાઈ રહી છે. ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 6.96 લાખથી વધારે થઈ ઘઈ છે. જેની સાથે કોરોના કેસના સંદર્ભમાં ભારત રશિયાને પાછળ રાખી વિશ્વમાં ત્રીજા ક્રમે પહોંચી ગયું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 425 લોકોના મોત થયા છે અને 24,248 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 6,97,143 પર પહોંચી છે અને 19,693 લોકોના મોત થયા છે. 4,24,433 લોકો સાજા થઈ ગયા છે અને 2,53,287 એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મહારાષ્ટ્ર રાજ્ય છે જ્યાં કોરોનાના અત્યાર સુધીમાં 206619 કેસ નોંધાયા છે. જેમાંથી 86057 એક્ટિવ કેસ છે જ્યારે 111740 લોકો સાજા થયા છે. અત્યાર સુધીમાં 8822 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યાં છે. બીજા નંબરે તામિલનાડુ આવે છે જ્યાં કોરોનાના કુલ 111151 કેસ નોંધાયા છે અને 1510 લોકોના મૃત્યુ થયા છે.

ત્રીજા નંબરે દેશની રાજધાની દિલ્હી આવે છે. જ્યાં કોરોનાના કુલ 99444 કેસ છે અને 3067 લોકોએ જીવ ગુમાવ્યાં છે. જો કે 71339 લોકો ડિસ્ચાર્જ થયા છે. ચોથા નંબરે  ગુજરાત આવે છે જ્યાં કોરોનાના કુલ 36037 કેસ નોંધાયા છે અને 1943 લોકોના મૃત્યુ થયા છે.

ગુજરાતમાં કોરોના વાયરસનો હાહાકાર યથાવત જોવા મળી રહ્યો છે. રવિવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, 24 કલાકમાં નવા 725 કોરોના પોઝિટિવના કેસ નોધાતા રાજ્યમાં કોરાના વાયરસનો કુલ આંકડો 36,000ને પાર કરીને 36,123એ પહોંચ્યો છે. આ ઉપરાંત 24 કલાકમાં રાજ્યમાં કોરોનાએ વધુ 18 લોકોનો ભોગ લેતા મૃત્યુઆંક 1945 થયો છે. આ સાથે સારી બાબત એ છે કે છેલ્લા 24 કલાકમાં 486 દર્દીઓ કોરોના મૂક્ત થઈને ઘરે પરત ફર્યા છે. આમ કુલ 25,902 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here