Thursday, January 23, 2025
Homeછેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો
Array

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં મેઘમહેર, જાણો કયા કેટલો વરસાદ નોંધાયો

- Advertisement -

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 129 તાલુકામાં સારો વરસાદ નોંધાયો છે. છેલ્લા બે ત્રણ દિવસથી વાદળછાયા વાતાવરણ સાથે ક્યાંક ધોધમાર તો ક્યાંક ઝરમર ઝરમર વરસાદ વરસ્યો છે. તો આજે પણ વહેલી સવારથી નવસારી, તાપી, મહીસાગર અને છોટાઉદેપુર સહિતના કેટલાક જીલ્લામાં મેઘરાજાનું આગમન થયું છે.

ક્યાં કેટલો વરસાદ:

રાજ્યમાં સૌથી વધુ ઉમરપાડામાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે જાંબુઘોડામાં સવા 6 ઈંચ, ચીખલીમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ગણદેવીમાં સવા 4 ઈંચ, બોડેલીમાં સવા 4 ઈંચ, વાંસદામાં 4 ઈંચ અને મહુવામાં 4 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે વઘઈમાં 4 ઈંચ, વ્યરામાં 3.5 ઈંચ અને સુરતમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.  ડોલવણ, ચૂડામાં અને છોટાઉદેપુરમાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે સીંગવડ, લીમખેડા અને ઉચ્છલમાં સવા 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો વાપીમાં 3 ઇંચ અને કામરેજમાં પણ 3 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે મોરવા હડફ, દાહોદ, માંગરોળ અને સુબીરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે. તો વાલોદ અને માંડવીમાં સવા 2 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે જલાલપોર, નવસારી, ડાંગ, ગોધરામાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. ઉપરાંત જાલોદ, ખેરગા, બાલાસિનોરમાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ફતેપુરા, નિઝર, સોનગઢ, કુકરમુંડા અને માલપુરમાં 2 ઇંચ વરસાદ પડ્યો છે.

મહીસાગર

મહીસાગર જિલ્લામાં સતત વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદને પગલે કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ડેમમાં પાણીની આવક 16110 ક્યુસેક નોંધાયું છે. પાણીની આવક થતા છેલ્લા 2 દિવસમાં ડેમની જળસપાટી વધીને 392.9 ફૂટે પહોંચી છે.

નવસારી 

આ તરફ નવસારીમાં પણ મેઘરાજાનું આગમન થયુ છે. જિલ્લામાં 2 કલાકના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. વરસાદને પગલે ચીખલીથી પસાર થતી કવારે નદીમાં નવા નીર આવ્યા છે અને નદી પર બનાવેલો કોઝવે પરથી પાણી વહી રહ્યુ છે.

તાપી

તાપી જિલ્લા પર મેઘરાજા મહેરબાન થયા છે. છેલ્લા 24 કલાકમાં વ્યાપામાં 3.5 ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે વાલોડમાં સવા 2 ઈંચ અને ડોલવણમાં 3.5 ઈંચ વરસાદ પડ્યો છે. તો સોનગઢમાં 2 ઈંચ, ઉચ્છલમાં સવા 3 ઈંચ અને નિઝરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે કુકરમુંડામાં 2 ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે ઉકાઇ ડેમની સપાટી 276.18 ફૂટ પહોંચી છે. ડેમમાં પાણીની આવક 4200 ક્યુસેક છે. જ્યારે પાણીની જાવક 600 ક્યુસેક છે.

અરવલ્લી

અરવલ્લીમાં છેલ્લા બે દિવસથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ગુરુવારે રાત્રે ગાજવીજ સાથે વરસાદ તૂટી પડતાં મેઘરજમાં છેલ્લા ર૪ કલાક દરમિયાન ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો. ૯૬ મી.મી વરસાદ થતાં અનેક નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા હતા.

છોટાઉદેપુર

છોટાઉદેપુરમાં મેઘરાજાનું આગમન થયુ છે. છેલ્લા 24 કલાક બોડેલીમાં4 ઈંચ વરસાદ નોંધાયો છે. છોટાઉદેપુરમાં 3.5 ઈંચ, કવાંટમાં 1.5 ઈંચ, પાવીજેતપુરમાં 1 ઈંચ, સંખેડામાં 1 ઈંચ અને નસવાડીમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. વરસાદ આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

સુરત 

દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી શરૃ થયેલા સાર્વત્રિક વરસાદને પગલે તમામ જિલ્લાઓમાં જળબંબાકારની સ્થિતિ છવાઈ હતી. ખાસ કરીને સુરતના ઉમરપાડા તાલુકામાં આજે દિવસ દરમિયાન ૧૬૮ મિ.મી. લેખે સાડ છ ઇંચ વરસાદ પડતાં તમામ સ્થળે જળબંબાકારની સ્થિતિ છવાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular