દેશમાં કોરોનાની સ્થિતિ : છેલ્લા 24 કલાકમાં 15,353 નવા કેસ આવ્યા અને 16,606 સાજા થયા, દર્દીઓની સંખ્યામાં 1,331 નો ઘટાડો થયો

0
2

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 15,353 નવા કેસ સામે આવ્યા છે અને 16,606 દર્દી સાજા થયા. આ મહિનામાં આ બીજી વખત છે, જ્યારે નવા કેસ કરતાં વધુ લોકો સાજા થયા છે. આ પહેલાં આવું 1 માર્ચે બન્યું હતું. સોમવારે 76 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો અને એક્ટિવ કેસની સંખ્યા, એટલે કે સારવાર લઈ રહેલા દર્દીઓની સંખ્યા 1,331 નો ઘટાડો થયો.

દેશમાં અત્યારસુધીમાં 1.07 કરોડ લોકો આ મહામારીની ઝપેટમાં આવ્યા છે, તેમાંથી 1.08 કરોડ લોકો સાજા થઈ ચૂક્યા છે. લગભગ 1.58 લાખ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે 1.84 લાખ લોકો સારવાર લઈ રહ્યા છે. આ આંકડા covid19india.org પરથી લેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્રના બજેટસત્રમાં સામેલ 36 લોકોને સંક્રમણ લાગ્યું

મહારાષ્ટ્રમાં સોમવારે રજૂ થયેલા બજેટ પહેલાં બજેટસત્રમાં 36 લોકો કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. તેમાં મોટે ભાગે એસેમ્બ્લી સ્ટાફ હોય છે. મુંબઈની જેજે હોસ્પિટલના જણાવ્યા પ્રમાણે, બજેટસત્રને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર વિધાનસભામાં 6 અને 7 માર્ચે 2,746 સેમ્પલ લેવામાં આવ્યાં હતાં, જેમાંથી 36 લોકો પોઝિટિવ મળી આવ્યા છે. 1 માર્ચથી મહારાષ્ટ્ર વિધાનસભામાં બજેટસત્રની શરૂઆત થઈ હતી.

6 રાજ્યોની પરિસ્થિતિ

1. મહારાષ્ટ્ર

રાજ્યમાં રવિવારે 8,744 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 9,068 લોકો સાજા થયા અને 22 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં રાજ્યમાં 22 લાખ 28 હજાર 471 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 20 લાખ 77 હજાર 112 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 52,500 દર્દી મૃત્યુ પામ્યા છે. 97,637 દર્દી સારવાર હેઠળ છે.

2. કેરળ

રવિવારે રાજ્યમાં 1,412 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતું. 3,030 લોકો સાજા થયા અને 12 લોકોએ જીવ ગુમાવ્યો. અત્યારસુધીમાં 10 લાખ 78 હજાર 740 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાંથી 10 લાખ 34 હજાર 895 લોકો સ્વસ્થ થઈ ગયા છે, જ્યારે 4,313 દર્દી મૃત્યુ પામ્યા છે. 39,233 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. મધ્યપ્રદેશ

રાજ્યમાં રવિવારે કોરોનાના 427 કેસ નોંધાયા હતા. 397 લોકો સાજા થયા અને 1નું મૃત્યુ થયું. અત્યારસુધીમાં અહીં 2 લાખ 65 હજાર 70 લોકોને સંક્રમણ લાગ્યું છે, તેમાં 2 લાખ 57 હજાર 560 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 3872 દર્દી મૃત્યુ પામ્યા છે. 3638 દર્દી હજી સારવાર હેઠળ છે.

4. ગુજરાત

​​​​​​​રાજ્યમાં 575 નવા કેસ નોંધાયા હતા. 482 લોકો સાજા થયા અને એકનું મોત નીપજ્યું. અત્યારસુધીમાં 2 લાખ 73 હજાર 941 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 2 લાખ 66 હજાર 313 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4416 દર્દી મૃત્યુ પામ્યા છે. 3,212 દર્દીની સારવાર ચાલી રહી છે.

5. રાજસ્થાન

​​​​​​​રાજ્યમાં 179 લોકોને કોરોના સંક્રમણ લાગ્યું હતુ. 51 લોકો સાજા થયા હતા. અત્યારસુધીમાં 3 લાખ 21 હજાર 711 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાંથી 3 લાખ 17 હજાર 39 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2789 દર્દી મૃત્યુ પામ્યા છે. 1883 દર્દીની સારવાર ચાલી રહી છે.

6. દિલ્હી

રાજધાની દિલ્હીમાં 239 લોકોને કોરોનાથી સંક્રમણ લાગ્યું હતું. 309 લોકો સાજા થયા અને 3 લોકો મૃત્યુ પામ્યા. અત્યારસુધીમાં 6 લાખ 41 હજાર 340 લોકો સંક્રમણની ઝપેટમાં આવી ચૂક્યા છે, તેમાં 6 લાખ 28 હજાર 686 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10,924 દર્દી મૃત્યુ પામ્યા. 1730 દર્દી સારવાર હેઠળ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here