ચોમાસું : છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો, સૌથી વધુ સાડા પાંચ ઈંચ સુરતના ચોર્યાસીમાં

0
9

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોઁધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના ચોર્યાસીમાં 139 એટલે કે સાડા પાંચ ઈંચ વરસાદ નોઁધાયો છે. જ્યારે નવસારીના ચીખલી, ગણદેવી અને નવસારીમાં 5 ઈંચ વરસાદ પડ્યો છે. નવસારીના જલાલપોર અને ખેરગામ, સાબરકાંઠાના તલોદ, પાટણ, વલસાડના ઉમરગામ અને વાપીમાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના ડોલવણ, વલસાડના કપરાડા અને પારડી, નવસારીના વાંસદા, ડાંગના વધઈ, સુરતના બારડોલીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના પાલસણા, બનાસકાંઠાના દાંતા, ડાંગના આહવા અને વલસાડના ધરમપુરમાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં નોંધાયેલા વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
સુરત ચોર્યાસી 139
નવસારી ચીખલી 124
નવસારી ગણદેવી 124
વલસાડ વલસાડ 119
નવસારી નવસારી 115
નવસારી જલાલપોર 114
નવસારી ખેરગામ 113
સાબરકાંઠા તલોદ 97
પાટણ પાટણ 93
વલસાડ ઉમરગામ 91
વલસાડ વાપી 90
તાપી ડોલવણ 85
વલસાડ કપરાડા 83
નવસારી વાંસદા 82
ડાંગ વધઈ 76
સુરત બારડોલી 73
વલસાડ પારડી 73
સુરત પાલસણા 66
બનાસકાંઠા દાંતા 58
ડાંગ આહવા 55
વલસાડ ધરમપુર 54

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here