ગુજરાત : છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 577 નવા કેસ નોંધાયા તેમજ 18 દર્દીના મોત..

0
20

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં વધારો યથાવત્ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 577 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 18 દર્દીના મોત થયા છે.

રાજ્યમાં નવા નોંધાયેલા 577 કેસમાં અમદાવાદ શહેરમાં 225 અને અમદાવાદ જિલ્લામાં 13, સુરત શહેરમાં 152 અને સુરત જિલ્લામાં 12, વડોદરા શહેરમાં 44, જામનગર શહેરમાં 11, નર્મદામાં 11, ગાંધીનગરમાં 10, રાજકોટ શહેર અને ભરુચ જિલ્લામાં 9-9, વલસાડમાં 8, આણંદમાં 7, પંચમહાલ અને ખેડામાં 6-6, ગાંધીનગર શહેર, રાજકોટ, કચ્છ અને નવસારી જિલ્લામાં 5-5, ભાવનગર શહેર, જુનાગઢ શહેર, મહેસાણા અને ગીર સોમનાથ જિલ્લામાં 4-4, જામનગર અને અમરેલી જિલ્લામાં 3-3, અરવલ્લી, સાબરકાંઠા, પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લામાં 2-2, ભાવનગર, બોટાદ, દાહોદ અને મોરબી જિલ્લામાં 1-1 કેસ નોંધાયા છે.

રાજ્યમાં કોરોનાના કારણે 18 દર્દીના મોત થયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 11 અને અમદાવાદ જિલ્લામાં 1, સુરત શહેરમાં 3, ગાંધીનગર શહેરમાં અને ગાંધીનગર જિલ્લામાં 1-1 અને સુરેન્દ્રનગરમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 1754 થયો છે.

રાજ્યમાં 410 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જેમા અમદાવાદ શહેરમાં 199 અને અમદાવાદ જિલ્લામાં 17, વડોદરા શહેરમાં 51, સુરત શહેરમાં 46, ગાંધીનગર જિલ્લામાં 36, ભરુચ જિલ્લામાં 11, આંણદ જિલ્લામાં 8, જામનગર શહેરમાં 6, રાજકોટ જિલ્લામાં 5, બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં 4-4, રાજકોટ શહેર, પંચમહાલ, ખેડા, જુનાગઢ શહેર અને સુરેન્દ્રનગરમાં 3-3, અમરેલી અને નર્મદામાં 2-2, ભાવનગર શહેર, જામનગર, મોરબી અને વડોદરા જિલ્લામાં 1-1 દર્દીએ કોરોના વાયરસને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યારે કુલ 6318 દર્દીઓ એક્ટિવ પેશન્ટ તરીકે દાખલ છે, જેમાં 66 દર્દીઓ વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 6252 દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યમાંથી અત્યારસુધીમાં 21506 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે