કોરોના ઈન્ડિયા : 5.29 લાખ કેસઃ છેલ્લા 24 કલાકમાં 20 હજારથી વધુ કેસપ્રતિ લાખની વસ્તીના હિસાબે સૌથી વધુ 129 મોત દિલ્હીમાં

0
4

નવી દિલ્હી. દેશભરમાં અત્યાર સુધી 5 લાખ 29 હજારથી વધુ લોકો કોરોનાના સંકજામાં આવી ગયા છે. અને 16 હજાર 103 લોકોના અત્યાર સુધી કોરોનાના કારણે મોત થયા છે. સાથે જ દેશભરમાં 3 લાખ 10 હજારથી વધુ લોકો સાજા થયા છે.દેશભરમાં સૌથી વધુ 1 લાખ 59 હજારથી વધુ દર્દી તો માત્ર મહારાષ્ટ્રમાં જ છે. અહીંયા 7 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. તો 80 હજારથી વધુ દર્દીઓ સાથે દિલ્હી બીજા ક્રમે છે. અહીંયા 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. દેશભરમાં છેલ્લા 24 કલાકની અંદર 20,132 કોરોનાના દર્દીઓ વધ્યા છે.

 અપડેટ્સ

  • પુડ્ડુચેરીના મુખ્યમંત્રીનો સ્ટાફ કોરોના પોઝિટિવ, CM વી નારાયણસામીને ક્વોરન્ટિન કરાયા છે.
  • કર્ણાટકના બેંગલુરુમાં હવે દર રવિવારે ટોટલ લોકડાઉન રહેશે. નાઈટ કર્ફ્યૂ પણ એક કલાક પહેલા 8 વાગ્યાથી શરૂ થઈ જશે. બહારથી આવેલા લોકોને 14 દિવસ હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. પરંતુ મહારાષ્ટ્રાથી પાછા આવ્યા પછી 7 દિવસ માટે ફરજીયાત પણે ક્વૉરન્ટીન સેન્ટરમાં રહેવું પડશે.
  • તમિલનાડુના મદુરૈમાં પણ 27 થી 29 જૂન સુધી ટોટલ લોકડાઉન રહેશે. મદુરૈ જિલ્લા ક્લેક્ટરે આ સંબંધમાં આદેશ જાહેર કર્યા છે.
  • આસામની રાજધાની ગુવાહાટીમાં 27 જૂનથી 14 દિવસ માટે ટોટલ લોકડાઉન શરૂ થશે. આ વખતે નિયમો પહેલા કરતા વધુ કડક હશે. રાજ્યમાં એસપી અને અન્ય અધિકારીઓ સહિત 30 પોઝિટિવ મળ્યા હતા.

દેશમાં અત્યાર સુધી 16103 મોત થઈ ચુક્યા છે. જેમાં સૌથી વધારે મોત મહારાષ્ટ્રમાં 7273 લોકોના થયા છે. પરંતુ વસ્તીના હિસાબથી સૌથી વધુ મોત દિલ્હીમાં થયા છે. રાજધાનીમાં અહીંયા પ્રતિ 10 લાખની વસ્તી પર 129 લોકોના મોત થઈ રહ્યા છે, જે દેશમાં સૌથી વધારે છે.

રાજ્ય કુલ વસ્તી કુલ મોત દર્દીઓના મોત(પ્રતિ 10 લાખ)
દિલ્હી 1.98 કરોડ 2558 129
મહારાષ્ટ્ર 12.21 કરોડ 7273 59
ગુજરાત 6.79 કરોડ 1790 26
તમિલનાડુ 7.56કરોડ 1026 13
હરિયાણા 2.86 કરોડ 218 7

 

રાજ્યોની સ્થિતિ 

મધ્યપ્રદેશઃ અહીંયા શનિવારે 167 નવા દર્દી સામે આવ્યા અને 4 લોકોના મોત થયા હતા. ભોપાલમાં 41, ઈન્દોરમાં 32, મુરૈનામાં 18 પોઝિટિવ કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 12 હજાર 965 થઈ ગઈ છે, જેમાં 2444 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 550 લોકોના મોત થયા છે.

ઉત્તરપ્રદેશઃ અહીંયા શનિવારે 606 નવા દર્દી સામે આવ્યા અને 19 લોકોના મોત થયા હતા. ગૌતમબુદ્ધનગર(નોઈડા)માં 126, ગાઝિયાબાદમાં 69 અને લખનઉમાં 29 પોઝિટિવ કેસ વધ્યા છે. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 21 હજાર 549 થઈ ગઈ છે, જેમાંથી 6685 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 649 લોકોના મોત થયા છે.

મહારાષ્ટ્રઃ અહીંયા શનિવારે 6368 સંક્રમિત મળ્યા અને 167 લોકોના મોત થયા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 1 લાખ 59 હજાર 133 થઈ ગઈ છે, જેમાંથી 67 હજાર 600 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 7273 લોકોના મોત થયા છે. જૂલાઈથી મુંબઈની હોસ્પિટલે કોરોનાના મૃતકોની માહિતી ગૂગલ ફોર્મ દ્વારા આપવાની રહેશે.

રાજસ્થાનઃ અહીંયા શનિવારે 284 નવા દર્દી સામે આવ્યા અને 11 લોકોના મોત થયા હતા. જયપુરમાં 17, જોધપુરમાં 40 અને ધૌલપુરમાં 32 પોઝિટિવ કેસ વધ્યા હતા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 16 હજાર 944 થઈ ગઈ છે, જેમાંથી 3186 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 391 લોકોના મોત થયા છે.ટ

 બિહારઃ અહીંયા શનિવારે 302 સંક્રમિત મળ્યા અને 2 લોકોના મોત થયા હતા. પટનામાં 25, મધુબનીમાં 15 અને ભાગલપુરમાં 33 કેસ વધ્યા. રાજ્યમાં સંક્રમિતોની સંખ્યા 8 હજાર 980 થઈ ગઈ, જેમાંથી 1992 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી 58 લોકોના મોત થયા હતા.