છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં મેઘરાજા ઓળધોળ થઈ વરસ્યા, સૌથી વધુ તાપીના ડોલવણમાં 11 ઈંચ વરસાદ

0
13

ગાંધીનગર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં મેઘરાજા ઓળધોળ થઈને વરસ્યા છે. રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ રાજ્યના 234 તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ 11 ઈંચ જેટલો વરસાદ તાપીના ડોલવણમાં ખાબક્યો છે. જ્યારે સુરતના માંડવી, તાપીના વ્યારા અને વાલોદ, ગીર સોમનાથના તાલાલામાં 7-7 ઈંચ, નવસારીના વાંસદા, સુરતના મહુવા અને ડાંગના વધઈમાં 6-6 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે સુરતના બારડોલી, તાપીના સોનગઢ, નવસારીના ગણદેવી, મહેસાણાના કડી, ગાંધીનગરના દહેગામ અને આણંદના તારાપુરમાં 5-5 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યના 13 તાલુકામાં 4 ઈંચ જેટલો વરસાદ

આણંદના સોજીત્રા, પેટલાદ અને ખંભાત, સુરતના ઉમરપાડા, ચોર્યાસી અને પાલસણા, કચ્છના નખત્રાણા અને અંજાર, જામનગરના જોડિયા, વલસાડના ધરમપુર અને નવસારીના ચીખલીમાં 4-4 ઈંચ વરસાદ નોઁધાયો છે.

રાજ્યમાં ખાબકેલા 4 ઈંચથી વધુ વરસાદના આંકડા

જિલ્લો તાલુકો વરસાદ (મિમિમાં)
તાપી ડોલવણ 277
સુરત માંડવી 252
તાપી વ્યારા 185
ગીર સોમનાથ તાલાલા 180
તાપી વાલોદ 178
નવસારી વાંસદા 157
સુરત મહુવા 150
ડાંગ વધઈ 141
સુરત બારડોલી 137
તાપી સોનગઢ 131
નવસારી ગણદેવી 131
મહેસાણા કડી 128
ગાંધીનગર દહેગામ 120
આણંદ તારાપુર 120
આણંદ સોજીત્રા 118
ડાંગ આહવા 116
ભરૂચ અંકલેશ્વર 114
સુરત ઉમરપાડા 114
કચ્છ નખત્રાણા 112
જામનગર જોડિયા 110
વલસાડ ધરમપુર 110
આણંદ પેટલાદ 107
આણંદ ખંભાત 105
નવસારી ચીખલી 105
સુરત ચોર્યાસી 99
સુરત પાલસણા 99
કચ્છ અંજાર 93

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here