વડોદરા : છેલ્લા 6 મહિનામાં મહિલાઓ કરતા પુરૂષો ડબલ સંક્રમિત થયા, કુલ કેસ :10,559 થયા, મૃત્યુઆંક 176, કુલ 8901 દર્દી રિકવર થયા

0
9

વડોદરા શહેરમાં છેલ્લા 6 મહિનામાં કોરોનાના કેસનો કુલ આંક 10,559 થયો છે. જેમાં 6926 પુરૂષ કોરોના સંક્રમિત થયા છે, જ્યારે 3633 મહિલાઓ કોરોના સંક્રમિત થઇ છે. આમ મહિલાઓ કરતા ડબલ પુરૂષો સંક્રમિત થયા છે.

વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 8901 લોકો કોરોના મુક્ત થયા

મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે, વડોદરા શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસનો કુલ આંક 10,559 ઉપર પહોંચ્યો છે અને સત્તાવાર મૃત્યુઆંક 176 થયો છે. વડોદરામાં અત્યાર સુધીમાં કુલ 8901 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 1482 એક્ટિવ કેસ પૈકી 167 દર્દી ઓક્સિજન ઉપર અને 63 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 1252 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં રવિવારે કોરોનાના કેસ નોંધાયા

શહેરઃ ગોત્રી, વાઘોડિયા રોડ, આજવા, બાપોદ, કારેલીબાગ, સુદામાપુરી, વારસીયા, વડસર, મકરપુરા, માંજલપુર, તરસાલી, અટલાદરા, જેતલપુર, તાંદલજા, છાણી, એકતાનગર, સમા, સુભાનપુરા
ગ્રામ્યઃ ભાયલી રોડ, બીલ રોડ, કોયલી, ઉંડેરા, કરજણ, ડભોઇ, સાવલી, પાદરા, પોર, શિનોર

ઉત્તર ઝોનમાં સૌથી વધુ 2451 કેસ

વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના 10,559 પોઝિટિવ કેસ નોંધાયા છે. જે પૈકી પૂર્વ ઝોનમાં 1692, પશ્ચિમ ઝોનમાં 1721, ઉત્તર ઝોનમાં 2474, દક્ષિણ ઝોનમાં 2052, વડોદરા ગ્રામ્યમાં 2584 અને 36 કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.

વડોદરામાં હાલ 4326 લોકો ક્વોરન્ટીન

વડોદરા શહેરમાં હાલ 4326 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જે પૈકી 4317 લોકો હોમ ક્વોરન્ટીન, સરકારી ફેસિલિટીમાં 3 લોકો અને પ્રાઇવેટ ફેસિલિટીમાં 6 લોકો ક્વોરન્ટીન છે.

વડોદરામાં 64,232 લોકો રેડ ઝોનમાં

વડોદરા શહેરમાં અત્યારે 16,452 ઘરમાં 63,691 લોકો રેડ ઝોનમાં છે. જ્યારે 35,365 ઘરમાં 1,19,562 લોકો ઓરેન્જ ઝોનમાં છે. 38,320 ઘરમાં 1,40,123 લોકો યલો ઝોનમાં છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here