રિપોર્ટ : લૉકડાઉનમાં બેંકોએ RBIમાં નાણાં જમા કરાવી રૂ. 23,500 કરોડનું વ્યાજ કમાયું

0
0

નવી દિલ્હી. લૉકડાઉન દરમિયાન ભારતીય બેન્કોએ તેમનાં નાણાં રિઝર્વ બેન્કમાં જમા કરાવી 23,500 કરોડ રૂ. વ્યાજ કમાઇ લીધું. એ પણ ત્યારે કે જ્યારે તેઓ વધુમાં વધુ લોન આપી શકે તે માટે રિઝર્વ બેન્કે રિવર્સ રેપો રેટ 20 વર્ષની સૌથી નીચી સપાટીએ લાવી દીધો છે. રિવર્સ રેપો રેટ એ એવો દર હોય છે કે જે દરે રિઝર્વ બેન્ક બેન્કોની તેની પાસે જમા રકમ પર વ્યાજ આપે છે.

બેન્કો લોન ડિફોલ્ટના ડરથી લોન આપવાનું ટાળી રહી છે

બ્રિકવર્ક રેટિંગ્સ રિપોર્ટ મુજબ બજારમાં રોકડનો પ્રવાહ વધારવા માટે રેટ કટની રિઝર્વ બેન્કની ફોર્મ્યૂલા બેકફાયર થઇ છે. વ્યાજદર ઘટવા છતાં બેન્કો લોન આપવાના બદલે પોતાનું ફંડ રિઝર્વ બેન્કમાં જમા કરાવી રહી છે. લૉકડાઉન દરમિયાન બેન્કો દ્વારા રિઝર્વ બેન્કમાં ફંડ જમા કરાવવાનું પ્રમાણ બમણું થઇ ગયું છે. 31 ડિસેમ્બર સુધીમાં 1.5 લાખ કરોડ રૂ. ફંડ જમા હતું, જે માર્ચ સુધીમાં વધીને 3.5 લાખ કરોડ રૂ. થઇ ગયું અને 21 મે સુધીમાં વધીને 7.2 લાખ કરોડ રૂ. થઇ ચૂક્યું છે. રિપોર્ટ મુજબ, હાલની સ્થિતિમાં બેન્કો લોન ડિફોલ્ટના ડરથી લોન આપવાનું ટાળી રહી છે. તાજેતરમાં એમએસએમઇ સંગઠનોએ બેન્કો સામે આક્ષેપ કર્યો હતો કે તેઓ લોન નથી આપી રહી. બીજી તરફ સરકારે પણ રાહત પેકેજમાં વધુમાં વધુ લોન આપવાના પગલાં લીધાં છે.C

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here