સુરત : લોકડાઉનમાં જરૂરિયાતમંદોની વ્હારે સાંસદ આવ્યા, 1.5 લાખ કીટનું વિતરણ કર્યું

0
15

સુરત. સેવાનો કોઈ ધર્મ હોતો નથી એ વાત ને સાર્થક કરતા નવસારી સાંસદ સીઆર પાટીલે કોરોનાની મહામારી વચ્ચે લોકડાઉન દરમિયાન આર્થિક અને માનસિક રીતે તૂટી ગયેલા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની મદદે આવી માનવતાનું ઉદારહણ પૂરું પાડ્યું છે. એક બાજુ વાઇરસ અને બીજી બાજુ ખાલી પેટ સાથે ઘરમાં બંધ જરૂરિયાતમંદ લગભગ 1.5 લાખ લોકોને અનાજની કીટનું વિતરણ કરી ફરી એક વાર સાચા લોક પ્રતિનિધિ બનવાનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે ટેલિફોનિક સંપર્ક કરતા નિઃસહાય લોકોનો પણ સહારો બન્યા છે. માત્ર ગરીબ અને મધ્યમ વર્ગ જ નહીં પણ લગભગ તેમની લોકસભાની 7 વિધાનસભા બાદ બારડોલી અને કીમ-કોસંબા સુધી તેમના કાર્યકર્તાઓ કીટ વિતરણ માટે દોડી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં મતદારોની પડખે રહેનાર સીઆર પાટીલની એક અપીલ પર તેમના મિત્રોએ ઉદાર હાથે PM કેર ફંડમાં ફાળો આપ્યો તો 20 હજાર શ્રમજીવીઓએ 100-100 રૂપિયાનો ફાળો આપી સુરત ડાયમંડ નગરીની સાથે સાથે દાતાઓની નગરી પણ હોવાનું સાબિત કરી દીધું છે.

ઉદાર અને લાગણીશીલ શહેરનો પ્રતિનિધિ હોવાનો ગર્વ

સાસંદ સીઆર પીટીલે જણાવ્યું હતું કે, સુરત એક એવું શહેર છે જ્યાં કોઈ કોઈને ભૂખ્યું જોઈ સુઈ નથી જતું. આજે આ મહામારી સામે કેટલાક મજુરી વર્ગ કરતા લોકો એટલે કે રોજ કમાઈને પરિવાર સાથે પેટિયું ભરતા લોકોના ઘરમાં અનાજનો એક દાણો ન હોવાનું જાણતા જ એક પછી એક 200 જેટલી સંસ્થાઓ ફૂટ પેકેટ બનાવી શેરી શેરીએ વિતરણ કરી રહી છે એટલે આવા ઉદાર અને લાગણીશીલ શહેરનો પ્રતિનિધિ હોવાનો પણ મને ગર્વ છે.

20 હજારથી વધુ લોકોએ 100-100 રૂપિયા આપ્યા

પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, સુરત ડાયમંડ નગરી સાથે દાતાઓની નગરી પણ છે. જ્યારે જ્યારે સુરત પર આફત આવી છે ત્યારે ત્યારે સુરતના ઉદ્યોગપતિઓ ખુલ્લા હૃદયથી ફાળો આપ્યો છે. આ મહામારી સામે લડવા માટે પણ માત્ર એક અપીલ જ કરવી પડીને ઉદ્યોગપતિઓએ તિજોરીના તાળાં ખોલી નાખ્યા હતા. એક મિત્ર એ PM-CM બન્નેમાં ફાળો આપી સહયોગ આપ્યો હતો. ત્યારે 20 હજારથી વધુ લોકોએ 100 રૂપિયા આપીને પણ દેશ સેવામાં આગળ આવ્યા હતા. આ ભગીરથ કાર્યમાં બુથ અને વોર્ડ પ્રમુખ, કોર્પોરેટર અને ધારાસભ્ય સહિત અનેક સાથી અગ્રણીઓની મદદ મળી રહેતા આ સેવાકીય કાર્યને પૂરું પાડવામાં સફળ થયા હોવાનું સી આર પાટીલ કહી રહ્યા છે.

કલેકટર, પાલિકા અને પોલીસ કમિશનરની સરાહનિય કામગીરી

પાટીલે વધુમાં કહ્યું હતું કે, આ ત્યારે જ શક્ય છે જ્યારે ત્રણેય પાંખ એટલે કલેકટર, પાલિકા અને પોલીસ કમિશનર અને તેમના કર્મચારીઓ એક સાથે મળીને કામ કરતા હોય છે. આ ત્રણેય પાંખના વડાઓની સતત મનોટરિંગને લઈ સુરતમાં વસતા કારીગરો આજે સુરક્ષિત હોય એમ કહીં શકાય છે. આવા મહામારીના સમયને ધ્યાનમાં રાખી જરૂરિયાતમંદ લોકો માટે મોબાઇલ કંટ્રોલ રૂમ ઉભો કરાયો છે. ફોન આવતા જ ખરાય કરી કાર્યકર્તાઓ કીટ લઈને દોડી જાય છે. એ જ પ્રભુ સેવા ગણીયે છીએ.

દોઢ લાખ કીટના સહભાગી બન્યા

 • હેમંતભાઇ દેસાઇ-રિલાયન્સ ઇન્ડસ્ટ્રી દ્વારા 25 લાખ રૂપિયાની 25 હજાર કીટ
 • રૂપા ડાઇંગના સુરેશભાઇ અગ્રવાલ દ્વારા 5 લાખ રૂપિયાની 5 હજાર કીટ
 • પ્રતિભા ગૃપના મહેન્દ્રભાઇ ચૌધરી દ્વારા 5 લાખ રૂપિયાની 5 હજાર કીટ
 • લક્ષ્મીપતિ ગૃપના સંજયભાઇ સરાઉગી દ્વારા 5 લાખ રૂપિયાની 5 હજાર કીત
 • સાગરભાઇ (બિલ્ડર) 5 લાખ રૂપિયાની સાથે 5 હજાર કીટ
 • મહાવીર હોસ્પિટલનાં ચેર પર્સન- શ્રીમતી રૂપાબેન મહેતા 5 લાખ રૂપિયાની સાથે 5 હજાર કીટ
 • વિશાલભાઇ સાંવરપ્રસાદજી બુધિયા અંદાજીત કિંમત 5 લાખ રૂપિયાની સાથે 5 હજાર કીટ
 • ધી ઇવોલ્યુશનના વિજયભાઇ અદાણી ગૃપ 5 લાખ રૂપિયાની 5 હજાર કીટ
 • શાન ટેક્ષટાઇલ પ્રાઇવેટ લિમિટેડના વિમલભાઇ શાહ, ભરતભાઇ શાહ, દિપકભાઇ શાહ, કેવલભાઇ શાહ, પારસભાઇ શાહ 5 લાખ રૂપિયાની 5 હજાર કીટ સાથે જોડાયા છે
 • મહેતા ફાઉન્ડેશનનાં સુધાંશુભાઇ મહેતા 3 લાખ રૂપિયા-3 હજાર કીટ
 • કુંજબિહારીજી પંસારી 3 લાખ રૂપિયાની 3 હજાર કીટ
 • પ્રતીક સિલ્ક મિલ્સ અને હ્યુસ્ટનથી સમીરભાઇ પટેલ એક લાખ રૂપિયા સાથે 1 હજાર કીટ
 • સમર્થ બિલ્ડરનાં અરૂણભાઇ શામજીભાઇ પટેલ – 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ
 • ક્રિષ્ણકાંતભાઇ દ્વારા 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ,
 • રઘુવીર બિલ્ડરનાં શિવલાલભાઇ 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ
 • હેપ્પી હોમનાં શ્રી મુકેશભાઇ પટેલ-1 લાખ રૂપિયાની 1 હજાર કી
 • માઇલસ્ટોન ગૃપના રાજુભાઇ શાહ- 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ
 • રાજેશભાઇ જુનેજા દ્વારા 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ
 • રૂપા ડાઇંગના શ્રીમતી સુધાબેન અગ્રવાલ 1 લાખ રૂપિયાની 1 હજાર કીટ
 • ઉત્તર ગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ રૂપિયા પચાસ હજારની 500 કીટમાં સહભાગી બન્યા છે
 • રવિભાઇ રાઠોડ 51 હજાર રૂપિયાની 500 કીટ

ઉદાર હાથે રોકડ ફાળો આપ્યો

 • દોઢ કરોડ રૂપિયા PM કેર ફંડ માં એન જે ઇન્ડિયા ગ્રુપના મિત્રે
 • 1 કરોડ રૂપિયા CM ફંડમાં પણ એ જ મિત્રએ આપ્યા
 • 11 લાખ રૂપિયા એક ગ્રુપ એ PM ફંડમાં આપ્યા
 • 20 હજારથી વધુ લોકોએ 100-100 રૂપિયાનો PM ફંડમાં ફાળો આપ્યો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here